અમદાવાદ.
Pathaan Movie Release: આજે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ફિલ્મ 'પઠાણ' રિલીઝ થઇ ચૂકી છે. કિંગ ખાન ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કિંગ ખાનના ચાહકો તેને ફિલ્મી પડદે જોવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતોએ ચાહકોના દિલોમાં પહેલાથી જ જગ્યા બનાવી લીધી હતી.
2023ની સૌથી મોટી ફિલ્મ 'પઠાણ' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મને જોવા માટે ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિનેમાઘરોની બહાર ઘણી ભીડ જોવા મળી રહી છે. કિંગ ખાનના ચાહકોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે.
યશ રાજ ફિલ્મ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે- 'પાર્ટી અને પઠાણનો સમય આવી ગયો છે.' ફિલ્મની રિલીઝને લઇને ચાહકો સાથે પઠાણની આખી ટીમ ખૂબ જ ઉત્સાહિત છે.
દેશના વિવિધ રાજ્યોમાં ફિલ્મ 'પઠાણ' ના પહેલા શોને જોવા માટે ફેન્સ એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. સિનેમાઘરોની બહાર ઘણી ભીડ જોવા મળી રહી છે. ફિલ્મ 'પઠાણ' ને લઇને ફેન્સે સિનેમાઘરોની બહાર ફટાકડા ફોડ્યા હતા. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.