Salman Khan in Pathaan: 'પઠાણ' ની મદદે આવ્યો 'ટાઈગર', સલમાન-શાહરૂખને સાથે જોઈને દર્શકોએ સીટીઓ વગાડી

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 25 Jan 2023 11:34 AM (IST)Updated: Wed 25 Jan 2023 11:34 AM (IST)
bollywood-salman-khan-in-movie-pathaan-his-cameo-as-a-tiger-video-goes-viral-on-social-media-82894

અમદાવાદ.
Salman Khan in Pathaan:
આજે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ફિલ્મ ‘પઠાણ‘ રિલીઝ થઇ ચૂકી છે. કિંગ ખાનને ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ચાહકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં દર્શકોને ફરી એકવાર કરણ-અર્જુનની જોડી સિનેમાઘરોમાં જોવા મળી રહી છે.

ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા બધા વીડિયો વાયરલ થઇ ગયા છે. શાહરૂખ ખાન અને સલમાન ખાનનો એક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ ફિલ્મમાં સલમાન ખાને 'ટાઈગર' ના રોલમાં કેમિયો કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે જ્યારે પઠાણ દુશ્મનો સાથે લડી રહ્યો હોય છે ત્યારે ટાઈગર તેને બચાવવા માટે આવે છે.

આ સીન સિનેમાઘરોમાં આવતાની સાથે જ દર્શકો સીટીઓ વગાડવા લાગે છે. આ સીનમાં જોવા મળી રહ્યું છે કે શાહરૂખ ખાન ગંભીર રીતે ઘાયલ છે. તે દુશ્મનોથી ઘેરાયેલો હોય છે ત્યારે પઠાણને બચાવવા ટાઈગરની એન્ટ્રી થાય છે. ટાઈગરે પઠાણને કહે છે કે- 'હું તારા માટે આવ્યો છું. તે બહુ મોટો કાંડ કર્યો છે ને?' કિંગ ખાન જવાબમાં કહે છે - 'હું પઠાણ છું.' ત્યારબાદ બંને દુશ્મનો સાથે ફાઇટ કરે છે. બંને હાથમાં મશીન ગનથી દુશ્મનોને પાડી દે છે.

આ ફિલ્મની સાથે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ દિવસે ફિલ્મ સારી એવી કમાણી કરી શકે છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.