અમદાવાદ..
Pathaan Trailer Release Date: ચાર વર્ષ પછી શાહરૂખ ખાન ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેની અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતો પછી ચાહકો આતુરતાથી ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે આ રાહ પૂરી થઈ ગઈ છે, કારણ કે મેકર્સે આખરે કહી દીધું છે કે મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પઠાણનું ટ્રેલર આવતીકાલે એટલે કે 10 જાન્યુઆરીએ દર્શકોની સામે કેટલા વાગે રિલીઝ કરવામાં આવશે.
આવતીકાલે રિલીઝ થશે પઠાણનું ટ્રેલર
પઠાણના ટ્રેલર રિલીઝ વિશેની માહિતી યશ રાજે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટમાં શેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરી 2023ના રોજ સવારે 11 વાગ્યે રિલીઝ થશે. સૌથી મહત્વની વાત એ છે કે તે એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થશે. હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુના ચાહકો પણ કિંગ ખાનની પઠાણના ટ્રેલરની મજા માણી શકશે. ટ્રેલરના સમય અને તારીખ બતાવતા મેકર્સે કેપ્શનમાં લખ્યું, 'એક પઠાણ આવી રહ્યો છે તમારું દિલ જીતવા. પઠાણનું ટ્રેલર આવતીકાલે સવારે 11 વાગ્યે રિલીઝ થશે.
બેશરમ રંગ રિલીઝ થતા જ ટ્રોલ થઇ હતી પઠાણ
શાહરૂખ ખાનની ઝીરો અને માય નેમ ઈઝ ખાનની જેમ પઠાણ પણ વિવાદોથી દૂર રહી શકી ન હતી અને આ ફિલ્મનું પહેલું ગીત દર્શકોની સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલી કેસરી રંગની મોનિકિની ચર્ચાનો વિષય બની હતી અને મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધી શાહરૂખ ખાનની ફિલ્મ અને ગીતનો વિરોધ કરવામાં આવ્યો હતો. સેન્સર બોર્ડ દ્વારા પણ નિર્માતાઓને ફિલ્મના ગીતો અને દ્રશ્યોમાં ફેરફાર કરીને તેને ગુરુવાર સુધીમાં CBFC સમક્ષ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

જોન અને શાહરૂખ ખાન વચ્ચે થશે જબરદસ્ત ફાઇટ
પઠાણ આ વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે. તમને જણાવી દઈએ કે પહેલીવાર જોન અબ્રાહમ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ત્રિપુટી જોવા મળશે.