Pathaan Box Office Collection Day 3: ત્રીજા દિવસે પણ ફિલ્મ ‘પઠાણ’ ની ધૂમ કમાણી, જાણો કેટલા કરોડ કમાઈ ફિલ્મ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 28 Jan 2023 09:34 AM (IST)Updated: Sat 28 Jan 2023 09:34 AM (IST)
bollywood-pathaan-box-office-collection-day-3-pathan-crosses-30-crore-mark-on-third-day-84190

અમદાવાદ.
Pathaan Box Office Collection Day 3:
શાહરૂખ ખાનની 4 વર્ષ પછી રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મે પહેલા અને બીજા દિવસે જોરદાર કમાણી કરી છે. પહેલા દિવસે રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરનાર ફિલ્મે બીજા દિવસે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ રજાના દિવસે પણ જોરદાર કમાણી કરી હતી અને 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

હવે, ત્રીજા દિવસના આંકડા સામે આવી રહ્યા છે. ત્રીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. વીકડે હોવાના કારણે આ ઘટાડો હોઇ શકે છે. મળતી માહિતી મુજબ, શુક્રવારના રોજ ફિલ્મ ‘પઠાણ’ એ 34.50 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 162 કરોડ રુપિયા થઇ ગયું છે.

આ ફિલ્મ વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ થઇ હતી. દર્શકો પહેલા દિવસથી જ કિંગ ખાનની ફિલ્મને ઘણો પ્રેમ આપી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની દર્શકોને ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.