અમદાવાદ.
Pathaan in Tiger 3: શાહરૂખ ખાનને 4 વર્ષ પછી ફિલ્મી પડદે જોઇને તેના ફેન્સનો ઇંતેજાર હવે ખતમ થઇ ચૂક્યો છે. 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે જ 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે સાથે સલમાન ખાનના કેમિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ફેન્સને સિનેમાઘરોમાં ટાઈગર અને પઠાણ સાથે જોવા મળ્યા ત્યારે ખૂબ સીટીઓ વગાડી હતી.
હવે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. ફિલ્મ પઠાણમાંથી એક હિંટ મળી રહી છે કે બંને સુપરસ્ટાર ફરી એકવાર ફિલ્મ 'ટાઈગર 3' માં સાથે જોવા મળશે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ને લઇને ફેન્સ ઘણા ઉત્સાહિત જોવા મળ્યા હતા. વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું છે. દર્શકોએ પહેલા દિવસે કિંગ ખાનની ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો હતો.
લાંબા સમય બાદ ફિલ્મી પડદે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બંને સીન ઘણો વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ સિનેમાઘરોમાં બંનેને સાથે જોઇને ઝૂમી ઉઠ્યા હતા.
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની દર્શકોને ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. ફિલ્મ ટાઈગર 3માં સલમાન ખાનની સાથે કેટરીના કૈફ જોવા મળશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.