Allahabad High Court on Adipurush: ફિલ્મ આદિપુરુષ રિલીઝની સાથે વિવાદોમાં ફસાયેલી છે. હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ સાથે અરજી કરવામાં આવી હતી. ત્યારે હવે કોર્ટે કડક ટિપ્પણી કરતા નિર્માતાઓને ફટકાર લગાવતા કહ્યું કે, ફિલ્મમાં રામાયણના પાત્રોને ઘણા શર્મનાક રીતે બતાવવામાં આવ્યા છે. આ સાથે જ તેમને કુરાન પર ડોક્યુમેન્ટરી બને તો શું થાય તે પણ વાત કરી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ લગાવવાની માગને લઈને સુનાવણી થઈ રહી હતી ત્યારે કોર્ટે ફિલ્મ નિર્માતાઓને ધાર્મિક ગ્રંથો વિશે ફિલ્મો નહીં બનાવવાનો આગ્રહ કર્યો હતો. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને શ્રીપ્રકાશ સિંહે કહ્યું કે, તમે લોકોએ કુરાન અને બાઈબલને પણ ન અડકવું જોઈએ. હું આ ક્લિયર કરી દઉં કે કોઈપણ ધર્મને ન અડકવું જોઈએ. તમે લોકો કોઈપણ ધર્મ વિશે ખોટી રીતે ન બતાવો. કોર્ટનો કોઈ ધર્મ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, ફિલ્મ નિર્માતા ફક્ત પૈસા કમાવવા માગે છે.
આ સાથે જ જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણે કહ્યું કે, કુરાન પરની ભૂલો દર્શાવતી એક નાની ડોક્યુમેન્ટ્રી પણ ભારે હલચલ મચાવી શકે છે. જો તમે કુરાન પર ખોટી બાબતો દર્શાવતી એક નાની ડોક્યુમેન્ટ્રી બનાવો છો, શું તમે વિચારી શકો છો કે તેનાથી કેવા પ્રકારની કાયદા-વ્યવસ્થાની ગંભીર સમસ્યા ઊભી થઈ હશે?'
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.