US Work Visa: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો વધુ એક ઝાટકો; હવે કોમર્શિયલ ડ્રાઈવરોને વર્કર વિઝા નહીં આપે અમેરિકા

અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ અંગે માહિતી આપી છે અને કહ્યું છે કે ભારત સહિત વિશ્વભરના તમામ દેશો માટે વર્કર વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 22 Aug 2025 04:56 PM (IST)Updated: Fri 22 Aug 2025 04:56 PM (IST)
us-halts-work-visas-for-commercial-truck-drivers-announces-secretary-of-state-marco-rubio-589996

US Work Visa Halt: ટેરિફ વિવાદ વચ્ચે ભારતને અમેરિકા તરફથી વધુ એક ઝાટકો લાગ્યો છે. ફ્લોરિડામાં સર્જાયેલી એક દુર્ઘટનાને પગલે અમેરિકાએ કોમર્શિયલ ટ્રક ડ્રાઈવર્સને વર્કર વિઝા આપવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ અંગે માહિતી આપી છે અને કહ્યું છે કે ભારત સહિત વિશ્વભરના તમામ દેશો માટે વર્કર વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ માટે વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
વિદેશ મંત્રી રુબિયોએ તેમના X હેન્ડલ પર એક પોસ્ટ લખી અને વિઝા પ્રતિબંધ વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું કે તાત્કાલિક અસરથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરોને આપવામાં આવતા વર્કર વિઝા બંધ કરવામાં આવ્યા છે કારણ કે અમેરિકાના રસ્તાઓ પર વિદેશી ડ્રાઇવરો દ્વારા ટ્રક અને ટ્રેલર ચલાવવામાં આવી રહ્યા છે, જે લોકોના જીવન માટે જોખમી છે. તેમના દ્વારા અમેરિકન ડ્રાઇવરોની નોકરીઓને પણ નુકસાન થઈ રહ્યું છે.

ફ્લોરિડામાં રોડ અકસ્માત થયો
અત્રે ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ ડિફેન્સ (DHS) દ્વારા ભારતીય ટ્રક ડ્રાઈવર હરજિંદર સિંહની ધરપકડ કરવામાં આવ્યા બાદ અમેરિકાએ આ નિર્ણય લીધો હતો અને તેને તાત્કાલિક અસરથી લાગુ કર્યો હતો.

હરજિંદર સિંહે ફ્લોરિડામાં ટ્રકને ખોટી રીતે વાળવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલ સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી ફ્લોરિડામાં હાઇવે ઘણા કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ગેરકાયદેસર લાઇસન્સ પર રોક લગાવવામાં આવશે
અમેરિકન સેક્રેટરી ક્રિસ્ટી નોએમે પણ X હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ફ્લોરિડામાં એક ટ્રક ડ્રાઇવરની ભૂલને કારણે એક હૃદયદ્રાવક અકસ્માત થયો, જે ક્યારેય ન થવો જોઈએ.

અમારી ટીમ DHS સાથે નજીકથી કામ કરશે અને તેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર વિદેશીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાથી રોકવાનો અને ગેરકાયદેસર લાઇસન્સ મેળવનારાઓને જડમૂળથી ખતમ કરવાનો રહેશે, જેઓ અમેરિકન ડ્રાઇવરો અને લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે.