Tulsi Tea: ચાના ઉત્તમ બગીચામાંથી શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી ચા લાવીને ઉત્તમ ચાનો પર્યાય ગણાતી તુલસી ટી ગુજરાતની ચાના સ્વાદને અન્ય રાજ્યોમાં પહોંચાડીને નેશનલ ટી બ્રાન્ડ બનવાના ધ્યેય સાથે આગળ ધપી રહી છે.
21વર્ષ કરતાં વધુ સમયથી તુલસી ટીએ એકધારી ગુણવત્તા અને સ્વાદને કારણે વિશિષ્ટ બ્રાન્ડ તરીકે ઓળખ ઉભી કરી છે. ગુજરાતીઓની સ્વાદ ગ્રંથીને ધ્યાનમાં રાખીને વિકસાવાયેલી તુલસી ટી પરાદેશિક સ્તરે અત્યંત પસંદગીપાત્ર ચા બની રહી છે.
તુલસી ટીના મેનેજીંગ ડિરેકટર હરેશભાઈ કથરોટીયા જણાવે છે કે ગુજરાતને ગમતા સ્વાદને ધ્યાનમાં રાખીને અમે ચા ઓફર કરી રહયા છીએ. ગુજરાત અમારૂ મહત્વનુ અને મોખરાનુ બજાર છે અને અમે ગુજરાતમાં અમારી હાજરી અને રિટેઈલ સ્તરે વ્યાપ વિસ્તારી રહયા છીએ.
અમે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મુંબઈના કેટલાક વિસ્તારોમા જ્યાં ગુજરાતીઓ નિવાસ કરે છે ત્યાં મજબૂત હાજરી ધરાવીએ છીએ. તુલસી બ્રાન્ડને નેશનલ લેવલે વિસ્તારવાની અમારી યોજના છે, પણ હાલમાં તો અમે જ્યાં અમારી વધુ ઉપસ્થિતિ છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી રહયા છીએ. ક્રમશઃ અમે વધુ રાજ્યો અને અન્ય દેશોમાં જ્યાં ગુજરાતી પ્રજા નિવાસ કરે છે ત્યાં પહોંચવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.