Silvin Additives: PVC અને CPVC એડિટિવ્સના અગ્રણી ઉત્પાદક સિલ્વિન એડિટિવ્સે તેના CPVC Super1Pack માટે NSF® Guideline 533 પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. આ પ્રમાણપત્ર દર્શાવે છે કે પ્રોડક્ટનું ફોર્મ્યુલેશન પીવાના પાણી માટે વપરાતા ઉત્પાદનો માટે જરૂરી સુરક્ષા અને આરોગ્ય ધોરણોને પૂર્ણ કરે છે.
અમેરિકાના મિશિગનમાં સ્થિત NSF સાર્વજનિક સ્વાસ્થ્ય અને સલામતી ક્ષેત્રે, વૈશ્વિક સ્તરે માન્ય અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. આ પ્રમાણપત્ર માટે NSF દ્વારા ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતીના શ્રેષ્ઠ ધોરણોને સુનિશ્ચિત કરવા, વિસ્તૃત નિરીક્ષણો કરવામાં આવે છે. NSF® Guideline 533 ખાસ કરીને પીવાના પાણીના સંપર્કમાં આવતા ઉત્પાદનોમાં વપરાતા મટીરીઅલ્સનું ચોકસાઈપૂર્વક મૂલ્યાંકન કરે છે. તથા તે નિશ્ચિત કરે છે કે ઉત્પાદનો સલામતી અને નિયમનકારી પાલન માટે જરૂરી આરોગ્ય ધોરણોને પૂર્ણ કરે.
સિલ્વિનના ઉત્પાદનોનો પ્લમ્બિંગ, કૃષિ, SWR ડ્રેનેજ અને કોલમ અને રાઇઝર સિસ્ટમમાં ઉપયોગ થાય છે. NSF પ્રમાણપત્ર પ્રાપ્ત થવાથી, પાઇપ્સ અને ફિટિંગ્સ ઉત્પાદન ઉદ્યોગમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે સિલ્વિનની સ્થિતિ વધુ મજબૂત બની છે.
આ પ્રમાણપત્ર અંગે સિલ્વિન એડિટિવ્સના મેનેજિંગ ડિરેક્ટર જગત ચોક્સીએ જણાવ્યું કે સિલ્વિન ખાતે અમે હંમેશા ગુણવત્તા અને સલામતીને પ્રાથમિકતા આપીએ છીએ. અમારા એડિટિવ્સ, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતાં પાઇપ્સ અને ફિટિંગ્સ ના ઉત્પાદન માટે એક મહત્વનું મટીરીઅલ છે. NSF® પ્રમાણપત્ર અમારી પ્રતિબદ્ધતાનો સાક્ષી છે કે અમે વૈશ્વિક ગુણવત્તા ધોરણોને અનુરૂપ એડિટિવ્સ પ્રદાન કરીએ છીએ. આ પ્રમાણપત્ર અમારી માટે નવી સંભાવનાઓ ઊભી કરશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે.