Sterling Hospitals: ગુજરાતની સૌથી અગ્રણી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાંથી એક સ્ટર્લિંગ હોસ્પિટલ્સે અમદાવાદની ત્રણ વર્ષની બાળકીની સૌથી દુર્લભ કહી શકાય તેવી સ્પાઈનલ કોર્ડ કંડિશનની સફળતાપૂર્વક સારવાર કરી છે. અમદાવાદ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં આ બાળકીની ટ્રિટમેન્ટ કરવામાં આવી હતી. આ બાળકી ભાગ્યેજ કોઈને થાય એવી સ્પ્લિટ કોર્ડ માલફોર્મેશન (એસસીએમ) થી પીડિત હતી.
કન્સલ્ટન્ટ – ન્યૂરોસર્જરી ડો. અંકિત પ્રજાપતિની આગેવાની હેઠળ સ્ટર્લિંગ હોસ્પિટલ્સની નિષ્ણાંત ટીમે મેળવેલી આ સિદ્ધિ જટિલ પીડિયાટ્રિક ન્યૂરોસર્જિકલ કેસો હાથ ધરવાની હોસ્પિટલની નિપુણતા દર્શાવે છે. હાલ આ બાળકીને હોસ્પિટલથી રજા પણ આપી દેવામાં આવી છે. અગાઉ પણ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે આવા ઘણા જટિલ અને દુર્લભ કહી શકાય તેવી બીમારીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે.
અમદાવાદની આ બાળકીને છેલ્લા દોઢ મહિનાથી ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી. પ્રાથમિક નિદાનમાં જણાયું કે તેને ખભાના લેવલથી થોડેક નીચે સ્પાઈનના અપર બેક રિજનમાં તકલીફ હતી.
બાદમાં આ બાળકીને સર્જરી માટે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી. આ ટ્રીટમેન્ટમાં ઘણું જોખમ પણ હતું અને જો સારવારમાં કઈપણ ખામી રહી જાય તો તેની જરૂરી ચેતાઓને ઘણી અસર પહોંચી શકે એવી સ્થિતિ હતી. ડો. અંકિત પ્રજાપતિ, કન્સલ્ટન્ટ ન્યૂરોસર્જનના નેતૃત્વ હેઠળની હોસ્પિટલની અત્યંત કુશળ ટીમે ખૂબ જ કાળજીપૂર્વક સર્જરી હાથ ધરી જેમાં આખી પ્રોસીજર દરમિયાન હાઇ-ડેફિનેશન માઇક્રોસ્કોપ અને ન્યૂરોમોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
સર્જરી પછી બાળકીને સારી એવી રિકવરી થવા લાગી હતી અને પહેલા કરતા કંડિશનમાં સારો એવો સુધારો પણ આવ્યો હતો. તેને પહેલા જે ચાલવામાં તકલીફ પડતી હતી તે પણ હવે નહોતી પડતી અને સેન્સરી મૂવમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો હતો. સારવાર પછી બાળકીને યુરિન કરવામાં અને સ્ટૂલ પાસ કરવામાં પણ કોઈ તકલીફ પડી રહી નહોતી. સર્જરી પછી દર્દીને પાંચ દિવસ બાદ હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી અને તેની કંડિશનને જોતા 10થી 15 દિવસમાં તે સંપૂર્ણપણે રિકવર થઈ જશે.
આ સફળ સર્જરી અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડો. અંકિત પ્રજાપતિ, કન્સલ્ટન્ટ - ન્યૂરોસર્જરીએ કહ્યું કે અમે ત્રણ વર્ષની નાની બાળકીની સફળતાપૂર્વક સર્જરી પૂરી કરતી તેનો અમને ઘણો આનંદ છે. બાળકીની ઉંમરને ધ્યાનમાં રાખતા આ સર્જરી ઘણી મુશ્કેલ હતી કારણ કે જો એકપણ ગંભીર સ્થિતિ ઊભી થાય તો તો તેની જરૂરી ચેતાઓને નુકસાન થવાનું જોખમ હતું. પરંતુ અમે કાળજીપૂર્વક સફળતાપૂર્વક તેની સર્જરી કરી હતી.
આ કેસ આધુનિક તબીબી નિપુણતા અને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અત્યંત ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીની સારવાર કરવા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.