Silver Price In India: સરકારે ચાંદીની શુદ્ધતાને સુનિશ્ચિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. અત્યાર સુધી ફક્ત સોનાના ઘરેણા પર જ હોલમાર્કિંગ ફરજિયાત હતું, પણ હવે આ વ્યવસ્થા ચાંદી માટે પણ અમલી બનવા જઈ રહી છે.
1લી સપ્ટેમ્બર,2025થી ચાંદીના હોલમાર્કિંગની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શુદ્ધતાની ગેરન્ટી આપવાની છે, જેથી તેમને પોતાના પૈસાનું યોગ્ય વળતર મળી રહે.
જોકે શરૂઆતમાં આ નિયમ સ્વૈચ્છિક રહેશે, એટલે કે ગ્રાહકો હોલમાર્કવાળી ચાંદી ખરીદી શકે છે અને પછી તે હોલમાર્ક વગરની પણ હોય. પણ ભવિષ્યમાં તે ફરજિયાત થવાની શક્યતા છે. સોનાની માફક ગ્રાહક હવે ચાંદીમાં પણ ગુણવત્તા મોહર ઈચ્છે છે, જે ખરીદીને વધારે પારદર્શી અને વિશ્વાસપાત્ર બનાવશે.
ગુણવત્તામાં વિશ્વાસ વધશે
બજારમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું હોલમાર્કિંગ પછી ચાંદી મોંઘી થશે? નિષ્ણાતો માને છે કે આની સીધી અસર કિંમતો પર નહીં પડે. જોકે ગ્રાહકોનો વિશ્વાસ વધશે, જેના કારણે હોલમાર્કિંગવાળી ચાંદીની માંગ વધી શકે છે. હોલમાર્કિંગ એ પ્રમાણિકતાની મહોર છે, જે જણાવે છે કે ગ્રાહક જે ચાંદી ખરીદી રહ્યો છે તે કેટલા ટકા શુદ્ધ છે. તેનાથી ખરીદીમાં છેતરપિંડીનો અવકાશ ઓછો થશે અને ગ્રાહકને તેમના પૈસાના બદલામાં યોગ્ય ઉત્પાદન મળશે.
આ સંખ્યા ચાંદીની શુદ્ધતા જણાવશે
ભારતીય માનક બ્યુરો (BIS)એ ચાંદી માટે છ અલગ અલગ શુદ્ધતા ધોરણો નક્કી કર્યા છે, જે ઘરેણાં અથવા વસ્તુઓ પર ચિહ્નિત કરવામાં આવશે. દરેક સંખ્યા દર્શાવે છે કે ચાંદી કેટલી શુદ્ધ છે.