Samsung Galaxy F54 5G Price: સેમસંગે ભારતમાં નવો 5G ફોન ગેલેક્સી F54 5G લોન્ચ કરી દીધો છે. આજે બપોરે 3 વાગ્યે આ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. હાલ આ ફોન ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અહીંયા ગ્રાહકોને પ્રી-બુકિંગની સુવિધા મળશે. આ ફોન સેમસંગની સાઇટ પર પણ પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ હશે.
Samsung Galaxy F54 5G કિંમત અને સ્પેસિફિકેશન્સ
- સેમસંગ ગેલેક્સી F54 5G સ્માર્ટફોનની કિંમત 27,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ચાર્જર સાથે આવે છે.
- સેમસંગ ગેલેક્સી F54 5Gમાં 120Hz રિફ્રેશ રેટ અને HD+ રિઝોલ્યુશનની સાથે 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 કોટિંગ પ્રોટેક્શન સ્ક્રીન આપવામાં આવી છે.
- આ ફોન સેમસંગના હોમ-બ્રુ Exynos 1380 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 128GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે જોડાયેલ છે.
- સેમસંગ ગેલેક્સી F54 5Gમાં બેક કેમેરાની ડિઝાઇન એકદમ ફ્લેગશિપ ગેલેક્સી S23 જેવી છે. સેમસંગ ગેલેક્સી F54 5Gમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં OIS સપોર્ટ સાથે 108MP પ્રાઈમરી સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2MP મેક્રો સેન્સર છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32-મેગાપિક્સલનું સેન્સર છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.