Merge PDFs: પીડીએફ દ્વારા મોટી માહિતી પણ એક ફાઈલમાં શેર કરી શકાય છે. જો કે, ક્યારેક લોકો પાસે પીડીએફમાં કોઈ ભૂલ હોય ત્યારે તેને એડિટ કરવાનો કોઈ સારો ઓપ્શન હોતો નથી. જો કે, આવી PDF ફાઈલને એડોબ એક્રોબેટમાં એડિટ કરી શકાય છે. જો તેમાં તમારે પેડ સર્વિસ છે. જે તમે પૈસા ચૂકવ્યા વગર PDF ફાઈલને એડિટ અથવા મર્જ કરવા માગો છો તો આ આર્ટિકલ તમારા કામનો છે.
PDF ફાઈલને એડિટ અથવા મર્જ કરવા માટે કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નથી. આ પ્રોસેસ ઓનલાઈન પણ કરી શકો છો.

PDF ફાઈલને કેવી રીતે એડિટ કરવી?
- સૌ પ્રથમ https://www.pdfescape.com/ વેબસાઈટ પર જઈને PDF ફાઈલને અપલોડ કરો. ત્યાં એડિટનું ઓપ્શન સિલેક્ટ કરો.
- થોડાક સેકન્ડની પ્રોસેસ પછી ફાઈલ એડિટ કરી શકાશે. ત્યાં લેફ્ટ પેનલ પર કેટલાક ટૂલ મળશે. જ્યાં PDF ફાઈલની સાથે ટેક્સ્ટ એડ કરવું સરળ રહેશે.
- એક વાર એડિટ થયા પછી ફરી સેવ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરીને ફાઈલ ડિવાઈસમાં સેવ કરી લો.

PDF ફાઈલોને કેવી રીતે મર્જ કરવી?
- સૌ પ્રથમ https://smallpdf.com/ વેબસાઈટ પર જાઓ. આ ફ્રી અને પ્રો વર્ઝનની સાથે આવે છે.
- PDF ફાઈલોને સાઈટો પર અપલોડ અને મર્જ કરી શકાય છે.
- જો તમે ઘણી બધી PDF ફાઈલોને એક સાથે મર્જ કરવા માગો છો તો આ વેબસાઈટ પરફેક્ટ છે.
- અહીંયા તમને PDF ફાઈલો કન્વર્ટ કરવાની સુવિધા મળે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.