Reliance Jio IPO: Jioનો IPO ક્યારે આવશે તે અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની AGMમાં મુકેશ અંબાણીએ કરી જાહેરાત

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડલ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની AGMમાં મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે IPO માટે ડોક્યુમેન્ટ્સ પેપર ટૂંક સમયમાં ફાઈલ કરવામાં આવશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 29 Aug 2025 05:47 PM (IST)Updated: Fri 29 Aug 2025 05:47 PM (IST)
mukesh-ambani-announces-reliance-jio-ipo-by-first-half-of-2026-593797

Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકો કંપની રિલાયન્સ જિયોના પ્રારંભિક જાહેર ભરણા (IO) અંગે મહત્વનું અપડેટ આપ્યું છે.

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડલ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની AGMમાં મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે IPO માટે ડોક્યુમેન્ટ્સ પેપર ટૂંક સમયમાં ફાઈલ કરવામાં આવશે. દલાલ સ્ટ્રીટના ઈતિહાસમાં આ IPO સૌથી મોટો હોઈ શકે છે અને તે વર્ષ 2026ના પ્રથમ છ મહિનાના ગાળામાં આવશે.

જિયો પાસે 50 કોડથી વધારે કસ્ટમર્સ છે. કંપનીએ 5G, ફિક્સ્ડ બ્રોડબેંક અને AI ટેક્નોલોજીને લઈ મોટું રોકાણ કર્યું છે. જિયોના શેર બજારમાં લિસ્ટેડ થવાથી રોકાણકારોને એક મોટી તક મળી શકે છે. એક અંદાજ પ્રમાણે જિયો કંપની IPO મારફતે 12થી 13 લાખ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્રિત કરી શકે છે અને તેનો ઉપયોગ પોતાના બિઝનેસને વિસ્તરણ કરવા માટે કરી શકે છે.

જિયોએ 500 મિલિયન કસ્ટમર્સનો આંકડો પાર કર્યો
IPO વિશે માહિતી આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે શેરધારકો માટે મૂલ્ય અનલોક કરશે. Jio એ તાજેતરમાં 500 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે. નાણાકીય 2025માં Jioની આવક રૂપિયા 1.28 લાખ કરોડ હતી, જ્યારે EBITDA રૂપિયા 1.28 લાખ કરોડ હતી, જે મજબૂત કમાણી દર્શાવે છે.

125 અબજ ડોલર કમાવનારી પ્રથમ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીએ વર્ષ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ભારતની 125 અબજ ડોલરની વાર્ષિક આવકને પાર કરનારી પ્રથમ કંપની બની છે.

રિલાયન્સની EBITDA રૂપિયા 1,83,422 કરોડ (21.5 અબજ ડોલર) હતી અને ચોખ્ખો નફો રૂપિયા 81,309 કરોડ (9.5 અબજ ડોલર) હતો. રિલાયન્સની નિકાસ વિશે વાત કરીએ તો તે રૂપિયા 2,83,719 કરોડ (33.2 અબજ ડોલર) હતી, જે ભારતની કુલ વેપારી નિકાસના 7.6% છે અને ભારતની સૌથી મોટી નિકાસકાર કંપનીઓમાંની એક છે.

સૌથી મોટી કરદાતા કંપની બનેલી રિલાયન્સે નાણાકીય વર્ષ 2025 માં રૂપિયા 2,10,269 કરોડ (24.6 બિલિયન ડોલર) કર ચૂકવ્યા છે, જેણે દેશના વિકાસમાં ફાળો આપ્યો છે.

છેલ્લા 6 વર્ષમાં રાષ્ટ્રીય તિજોરીમાં કંપનીનું કુલ યોગદાન રૂપિયા 10 લાખ કરોડથી વધુ રહ્યું છે. રિલાયન્સ એક નવી કંપની બનાવશે મુકેશ અંબાણીએ બીજી મોટી જાહેરાત કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને કહ્યું કે અમે AI પર એક નવી પેટાકંપની રિલાયન્સ ઇન્ટેલિજન્સ બનાવીશું, જેના માટે કંપની ગૂગલ અને મેટા સાથે ભાગીદારી કરશે.