Indian Rupee Crash: બુધવારે US ટેરિફ અને વિદેશી બેંકો અને આયાતકારો તરફથી ડોલરની માંગમાં વધારો થવાને કારણે રૂપિયા પર ભારે દબાણ આવ્યું હતું. ટ્રમ્પ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત બજાર બંધ થયા બાદ આવી છે, જેની આવતી કાલે અસર જોવા મળશે.
ઇન્ટ્રાડે સેશનમાં રૂપિયો 0.7% ઘટીને 87.42 પર બંધ થયો હતો જે આશરે 5 મહિનામાં સૌથી નીચી સપાટી હતી. આ ઘટાડો મે મહિના બાદ સૌથી મોટો એક દિવસીય ઘટાડો માનવામાં આવે છે.
ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 87.5125ના નીચા સ્તરે ગબડ્યો અને અંતે 87.42 પર બંધ થયો હતો. ફેબ્રુઆરી 2025માં રૂપિયો 87.95ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો - હવે તે લેવલથી રૂપિયો બહુ દૂર નથી.
- ટ્રમ્પની ધમકી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ભારત નવા વેપાર કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો ૨૦% થી ૨૫% સુધીનો ટેરિફ લાદી શકાય છે.
- 1 ઓગસ્ટ સમયમર્યાદા: રોકાણકારો અને આયાતકારોને ડર છે કે અમેરિકા 1 ઓગસ્ટ પછી ટેરિફ વધારશે, તેથી તેઓ અગાઉથી ડોલર ખરીદી રહ્યા છે - જેના કારણે રૂપિયા પર વધુ દબાણ આવી રહ્યું છે.
- વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ: જુલાઈમાં અત્યાર સુધીમાં 1.5 બિલિયન (લગભગ રૂપિયા 12500 કરોડ) મૂલ્યના ઇક્વિટી વેચાયા છે - જેના કારણે ડોલરની માંગમાં વધારો થયો છે.
- RBI દ્વારા મર્યાદિત હસ્તક્ષેપ: સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેંકે ઘટાડાને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ખૂબ આક્રમક ન હતો.