Rs.100 Crore Flat Value In Gurugram: ગુરુગ્રામનું રિયલ એસ્ટેટ માર્કેટ સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે અને આ વખતે DLF 'ધ કેમેલીયાસ' સોસાયટી ચર્ચામાં છે.
તાજેતરમાં જ એક બ્રિટિશ ઉદ્યોગપતિએ અહીં 100 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે, જે લક્ઝરી રિયલ એસ્ટેટમાં વધતા જતા રુચિ દર્શાવે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે આ 100 કરોડ રૂપિયાના ફ્લેટમાં એવું શું ખાસ છે જે તેને આટલો મોંઘો બનાવે છે?
બ્રિટીશ બિઝનેસમેન સુખપાલ આહલુવાલિયાએ DLFનો અલ્ટ્રા-લક્ઝરી પ્રોજેક્ટમાં 11416 સ્ક્વેર ફૂટના એપાર્ટમેન્ટને રૂપિયા 100 કરોડમાં ખરીદ્યું છે.
આ ફ્લેટ 11,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જે મુંબઈ જેવા શહેરોમાં મોંઘા એપાર્ટમેન્ટની તુલનામાં તેને ઘણો વિશાળ બનાવે છે. આ વિશાળ જગ્યામાં 6 બેડરૂમ અને 7 બાથરૂમ છે. જે તમામ પ્રકારની આરામ અને ગોપનીયતા સુનિશ્ચિત કરે છે.
આ ફ્લેટના આંતરિક ભાગને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેના માટે વધારાના 15 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ઓલ-વ્હાઈટ થીમ,કલાત્મક કાચનું કામ અને સોનેરી પ્લાન્ટર્સ જેવી વસ્તુઓ તેને ભવ્ય દેખાવ આપે છે.
7-સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ
કેમેલિયાસ ફક્ત એક રહેણાંક સોસાયટી નથી, તે એક લાઇફસ્ટાઇલ સોસાયટી પણ છે. અહીંના રહેવાસીઓને 7-સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ મળે છે જેમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, જીમ અને બાળકો માટે ડે-કેર, 24x7 સુરક્ષા અને Wi-Fi કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે.
'ધ કેમેલીયાસ' દેશના કેટલાક સૌથી ધનિક અને પ્રભાવશાળી લોકોનું ઘર છે, જેમાં BoAt ના સ્થાપક અમન ગુપ્તા અને આકાશ એજ્યુકેશનલ સર્વિસીસના સ્થાપક જેસી ચૌધરી જેવા નામોનો સમાવેશ થાય છે. આ 100 કરોડ રૂપિયાનો ફ્લેટ માત્ર એક મિલકત નથી, પરંતુ ભારતના રિયલ એસ્ટેટ બજારમાં લક્ઝરિયસ અને સ્ટેટસનું પ્રતીક છે. તે એ પણ સૂચવે છે કે કોવિડ-19 રોગચાળા પછી પણ, ભારતમાં અતિ-ઉચ્ચ-નેટ-વર્થ વ્યક્તિઓ (UHNIs)માં વૈભવી ઘરોની માંગ સતત વધી રહી છે.