GST Council meeting: GST કાઉન્સિલની મેગા મીટિંગની તારીખો જાહેર, દિવાળી અગાઉ ટેક્સ ઘટાડવા અંગે નિર્ણય લેવાશે

મોંઘી બની ગયેલી રોજિંદા વસ્તુઓ પર GST દરમાં ઘટાડો અને નાના વેપારીઓ માટે પાલન સરળ બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 22 Aug 2025 11:09 PM (IST)Updated: Fri 22 Aug 2025 11:09 PM (IST)
gst-council-mega-meeting-announced-tax-cuts-to-bring-relief-before-diwali-590193

GST Council meeting 2025: GST કાઉન્સિલની આગામી બેઠકની જાહેરાત કરવામાં આવી છે. સરકારે શુક્રવારે મોડી રાત્રે (22 ઓગસ્ટ) જાહેરાત કરી હતી કે GST કાઉન્સિલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં કેટલીક રાહત, મોંઘી બની ગયેલી રોજિંદા વસ્તુઓ પર GST દરમાં ઘટાડો અને નાના વેપારીઓ માટે પાલન સરળ બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત વીમા, રિયલ એસ્ટેટ અને ઈ-કોમર્સ ક્ષેત્રને લગતા પ્રસ્તાવોને પણ એજન્ડામાં સામેલ કરી શકાય છે.

બેઠક ક્યારે યોજાશે, કોનો સમાવેશ થશે?

  • 2 સપ્ટેમ્બર (મંગળવાર) - અધિકારીઓની બેઠક
  • 3 સપ્ટેમ્બર (બુધવાર) - GST કાઉન્સિલની મુખ્ય બેઠક (સવારે 11 વાગ્યાથી)
  • 4 સપ્ટેમ્બર (ગુરુવાર) - કાઉન્સિલની બીજી બેઠક (સવારે 11 વાગ્યાથી)

આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ હાજરી આપશે. આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યમંત્રી (નાણા) અને CBIC ચેરમેન પણ હાજર રહેશે.

આ બેઠક કેમ મહત્વપૂર્ણ છે?

  • દિવાળી પહેલાની આ બેઠક ખાસ માનવામાં આવી રહી છે. સામાન્ય રીતે તહેવારો પહેલા સરકાર લોકોને મોંઘવારીથી થોડી રાહત આપવા અને બજારમાં માંગ વધારવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે ગ્રાહક માલ અને FMCG ઉત્પાદનો પર ટેક્સ ઘટાડવા પર વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે GST ફાઇલિંગને સરળ બનાવવા અને રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવા પર પણ ચર્ચા થશે.

ચારને બદલે બે સ્લેબ હશે - 5% અને 12%

હાલમાં GSTના ચાર સ્લેબ છે, જેમાં 5%, 12%, 18% અને 28%નો સમાવેશ થાય છે. નવા માળખા હેઠળ, 12% અને 28%ના દરો નાબૂદ કરવામાં આવશે. આ સ્થિતિમાં હવે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ 5% અથવા 18%ના દાયરામાં આવશે. જોકે તમાકુ અને કેટલીક લક્ઝરી વસ્તુઓ (પાપની વસ્તુઓ) અને અતિ લક્ઝરી વસ્તુઓ પર 40% નો ઊંચો કર લાગુ રહેશે. 21 ઓગસ્ટના રોજ યોજાયેલી મંત્રીઓના જૂથ (GoM)ની બેઠકમાં આ સૂચન કરવામાં આવ્યું હતું.