New EV Policy: સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હિકલ પોલિસી જાહેર કરી,ઓછામાં ઓછું 4,150 કરોડનું રોકાણ જરૂરી, ટેસ્લા જેવી કંપનીઓનું દેશમાં થશે આગમન

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 15 Mar 2024 06:51 PM (IST)Updated: Fri 15 Mar 2024 08:02 PM (IST)
government-approves-electric-vehicle-policy-investment-of-at-least-4150-crores-is-required-companies-like-tesla-will-arrive-in-the-country-299984

New EV Policy:કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વ્હિકલ પોલિસી (EV Policy)ને મંજૂરી આપી છે. સરકારે વિદેશી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપનીઓને ભારતમાં તેમની કામગીરી વિસ્તારવા આકર્ષક ઓફર રજૂ કરી છે. આ સાથે જ ઈલોન મસ્ક (Elon Musk)ની કંપનીને ભારતમાં એન્ટ્રી કરવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે.

આ માટે સરકારે એક નવી પોલિસી લોંચ કરી છે, જે અંતર્ગત સંપૂર્ણપણે વિદેશોમાં બનતી કારોની આયાત પર 15 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી (import duty) લાગશે. સરકારે EV પોલિસીના નિયમો પ્રમાણે કંપનીઓએ ઓછામાં ઓછા 4,150 કરોડ રોકાણ કરવાનું રહેશે. કંપનીએ ઉત્પાદન યુનિટની સ્થાપના કરવાની રહેશે તથા ત્રણ વર્ષની અંદર જ ભારતમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરવાનું રહેશે.

આ સાથે સરકારનું કહેવું છે કે આ પગલાંથી લેટેસ્ટ ટેકનોલોજી સુધીની પહોંચ પ્રદાન થશે, EV ઈકોસિસ્ટમને ઉત્તેજન આપવા અને ઈન્ડિયા ઈનિશિએટિવને સપોર્ટ કરવામાં મદદ મળશે. સરકારની આ પોલિસી બાદ ભારતમાં ટેસ્લા જેવી કંપનીઓ આવી શકશે અને પ્લાન્ટ સ્થાપિ શકશે.

પોલિસીની ખાસ વાત

  • કંપનીઓએ ઓછામાં ઓછા રૂપિયા 4,150 કરોડનું રોકાણ કરવાનું રહેશે. જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા રહેશે નહીં.
  • 3 વર્ષમાં ભારતમાં મેન્યફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે અને ઈ-વ્હિકલનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરવાનું રહેશે. મહત્તમ 5 વર્ષની અંદર 50 ટકા ડોમેસ્ટીક એડેડ વેલ્યૂ (DVA) સુધી પહોંચવું પડશે.
  • ત્રીજા વર્ષ સુધી 25 ટકા અને પાંચમાં વર્ષ સુધી 50 ટકાનું લોકલાઈઝેશન લેવલ હાંસલ કરવાનું રહેશે.
  • 15 ટકા કસ્ટમ ડયુટી (જેમ કે સીકેડી યુનિટ પર લાગૂ થાય છે) કુલ 5 વર્ષની અવધિ માટે 35 હજાર ડોલર અને તેનાથી વધારે મહત્તમ CIF વેલ્યુવાળા વાહનો પર લાગૂ થશે. પણ શરત ઉત્પાદક 3 વર્ષની અવધિમાં ભારતમાં ઉત્પાદનની સુવિધા સ્થાપિત કરે.
  • આયાત માટે સ્વીકૃત EVની સંખ્યા પર છોડવામાં આવેલ ડ્યુટી, રોકાણ અથવા 6,484 કરોડ સુધી મર્યાદિત રહેશે. જો રોકાણ 800 મિલિયન ડોલરથી વધારે છે તો દર વર્ષે 8000 યુનિટ અને 5 વર્ષમાં મહત્તમ 40,000 EV આયાત કરવાની મંજૂરી મળશે.
  • હવે કંપનીઓએ 35 હજાર ડોલર CIF (કોસ્ટ, ઈન્સ્યોરન્સ અને ફ્રેટ) વેલ્યુવાળી CKD યુનિટ પર 15 ટકાની કસ્ટમ ડ્યુટી લાગશે, જે અગાઉ 100 ટકા હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.