EPFO News: હવે UMANG એપથી જ નવો UAN બનશે, જાણો શું છે નવો નિયમ

હવે તમામ નવા UAN માટે UMANG એપ અનિવાર્ય રહેશે. ભૂલો ટાળવા અને આ પ્રક્રિયાને પહેલા કરતાં વધુ સરળ બનાવવા માટે UMANG એપને જરૂરી બનાવવામાં આવી રહી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 26 Aug 2025 04:41 PM (IST)Updated: Tue 26 Aug 2025 04:41 PM (IST)
epfo-update-umang-app-now-mandatory-for-new-uan-generation-step-by-step-guide-inside-592187

EPFO Latest Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર્સ) બનાવના નિયમો બદલ્યા છે. હવે નવો UAN નંબર બનાવવા માટે UMANG એપ અનિવાર્ય બનશે. આ નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. આ સાથે જ, EPFO ​​એ UAN જનરેશન અને એક્ટિવેશન પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે UMANG એપ સાથે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) ને પણ ફરજિયાત કરી દીધી છે. નવા UAN જનરેટ કરવા હાલના UAN ને એક્ટિવેટ કરવા અને EPFO ​​ની વિગતો અપડેટ કરવા માટે UMANG એપ જરૂરી રહેશે.

સત્તાવાર પરિપત્ર અનુસાર હવે તમામ નવા UAN માટે UMANG એપ અનિવાર્ય રહેશે. ભૂલો ટાળવા અને આ પ્રક્રિયાને પહેલા કરતાં વધુ સરળ બનાવવા માટે UMANG એપને જરૂરી બનાવવામાં આવી રહી છે. UAN જનરેશન હવે ફક્ત UMANG એપમાં FAT દ્વારા જ થશે.

UMANG એપ કોના માટે જરૂરી હશે?

  • જે કર્મચારીઓ પોતાનો નવો UAN જનરેટ કરવા માંગે છે.
  • જેઓ પોતાના હાલના UAN નંબરને એક્ટિવેટ કરવા માંગે છે.
  • જે કર્મચારીઓને પોતાની EPFO વિગતો અપડેટ કરવી છે.

ઉમંગ એપથી નવો UAN કેવી રીતે જનરેટ કરશો

  • સૌ પ્રથમ, તમારે તમારા સ્માર્ટફોનમાં UMANG એપ ખોલવી પડશે. ત્યારબાદ તમારે "UAN Allotment and Activation" વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • હવે તમને તમારો આધાર નંબર અને લિંક કરેલા મોબાઇલ નંબરની વિગતો શેર કરવા માટે કહેવામાં આવશે.
  • તમામ વિગતો શેર કર્યા પછી, તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
  • OTP વેરિફાય કર્યા પછી, તમારે ફેસ સ્કેન ઓથેન્ટિકેશન કરવું પડશે.
  • જો તમારા નામે અગાઉ કોઈ UAN નહીં હોય, તો આ સિસ્ટમ તમારા માટે એક નવો નંબર જનરેટ કરશે અને તે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળી જશે.

ઉમંગ એપથી UAN કેવી રીતે એક્ટિવેટ કરશો

  • તમારા સ્માર્ટફોનમાં UMANG એપ ખોલો. હવે તમારે "UAN Activation" વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • હવે તમારે UAN, આધાર નંબર અને મોબાઇલ નંબર સબમિટ કરવાનો છે અને OTP વેરિફાય કરવાનો છે.
  • OTP વેરિફિકેશન પછી, તમારે આધાર ફેસ આરડી (Aadhaar Face RD) એપની મદદથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.
  • વેરિફિકેશન પૂર્ણ થતાં જ, તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ટેમ્પરરી પાસવર્ડ મળશે અને UAN એક્ટિવેટ થઈ જશે.