Free Online Courses: હવે ઘરે બેઠા વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના કોર્સ ઑનલાઈન ફ્રીમાં કરો, સર્ટીફિકેટ હાથમાં આવતા જ મળશે ઊંચા પગારની નોકરી

જો તમે પણ તમારી સ્કિલ વધારવા માંગતા હોવ અને કંઈક નવું શીખવું હોય તો તમે કેટલીક ફૉરેન યુનિવર્સિટીની મદદ લઈ શકો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 17 Aug 2025 08:01 PM (IST)Updated: Sun 17 Aug 2025 08:01 PM (IST)
career-tips-in-gujarati-foreign-universities-free-online-courses-with-certificates-587126
HIGHLIGHTS
  • હાર્વર્ડ, સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીના ફ્રી કોર્સ પર એકનજર

Free Online Courses: આજના ડિજિટલ યુગમાં આપણે સતત આપણી જાતને અપગ્રેડ રાખવી આવશ્યક છે, ત્યારે દરેક જણ માટે પોતાની સ્કીલ્સને સતત વધારવી ખૂબ જ જરૂરી છે. પરંપરાગત ડિગ્રીઓ સાથે-સાથે કેટલાક સર્ટીફિકેટ કોર્સ અને ઑનલાઈન ડિગ્રીઓ તમને સારી જૉબ મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

વિશ્વભરમાં અનેક એવી જાણીતી યુનિવર્સિટી છે, તે નિઃશુલ્ક ઑનલાઈન કોર્સ ઉપલબ્ધ કરાવી રહી છે, જેને કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા-બેઠા જ કરી શકે છે. જો તમે પણ તમારી સ્કિલ વધારવા માંગતા હોવ અને કંઈક નવું શીખવું હોય તો તમે કેટલીક ફૉરેન યુનિવર્સિટીની મદદ લઈ શકો છે. આજે અમે તમને એવી કેટલીક યનિવર્સિટી વિશે જણાવીશું, તે તમને ફ્રીમાં ઑનલાઈન કોર્સ પુરા પાડી રહી છે.

હાવોર્ડ યુનિવર્સિટી (Harvard University Online Courses)

દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પૈકી એક હાવોર્ડ યુનિવર્સિટીમાં એક નહીં સેંકડો કોર્સ ઑનલાઈન કરી શકાય છે. હાવર્ડ યુનિવર્સિટીમાંથી તમે ક્લાઈમેટ ચેન્જથી માંડીને ન્યાય તંત્ર સુધીના અભ્યાસ કરી શકો છો. કેટલાક કોર્સ એકદમ નિઃશુલ્ક છે, તો કેટલાક કોર્સમાં સર્ટીફિકેટ મેટે નજીવી ફીસ ચૂકવવી પડે છે. પુરી જાણકારી મેળવવા માટે તમે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ online learning.harvard.eduની મુલાકાત લઈ શકો છો.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (Stanford University Online Courses)

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પણ તમે કેટલાક સેક્ટર જેમ કે ટેક્નોલૉજી, સાયન્સ, હેલ્થ જેવા કોર્સ ફ્રીમાં કરી શકો છો. જેના વિશે વધુ વિગતો મેળવવા માટે તમે online.stanford.edu પર વિઝીટ કરી શકો છો. અહીં તમને કેટલાક કોર્સ એકદમ ફ્રીમાં મળી જશે.

જ્યોર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (Georgia Institute of Technology Free Online Courses)

આ યુનિવર્સિટીમાં પણ ઘણાં વર્ષોથી ઑનલાઈન કોર્સ પુરા પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વર્લ્ડ ક્લાસ કોર્સનો ફાયદો ઉઠાવીચૂક્યા છે. અહીંથી તમે ડેટા સ્ટેટેસ્ટીક્સ, પ્રિન્સિપલ ઑફ સપ્લાય ચેઈન જેવા એડવાન્સ કોર્સ કરીને તમારી સ્કિલ વધારી શકો છો.

ફૉરેન યુનિવર્સિટીમાંથી ફ્રી ઑનલાઈન કોર્સ કરવાના ફાયદા

  • ઘરે બેઠા જ ઈન્ટરનેશનલ લેવલનો અભ્યાસ અને ડિગ્રી પ્રાપ્ત કરી શકાય
  • ફ્લેક્સિબલ ટાઈમિંગના કારણે તમે તમારી અનુકુળતા મુજબ શીખી શકો છો
  • કોર્સ પુરો કર્યા બાદ સર્ટિફિકેટ પણ મળે છે
  • નવી સ્કિલ્સ શીખીને કરિયરમાં ગ્રોથનો અવસર મળે છે