Bullet Train In South India: મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન(bullet train) સર્વિસ શરૂ કરવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે દક્ષિણ ભારતમાં પણ બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી માટે કામગીરી શરૂ થઈ શકે છે.
આ અંગે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ(Chief Minister N Chandrababu Naidu)એ જણાવ્યું હતું કે દક્ષિણ ભારત(South India)માં હૈદરાબાદ, અમરાવતી, ચેન્નઈ અને બેંગ્લુરુની જરૂરિયાતને પૂરી કરવામાં આવશે.
ઈન્ડિયા ફૂડ મેન્યુફેક્ચરિંગ સમિટને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી સાથે આ ચાર શહેરની આશરે પાંચ કરોડ પ્રજાની જરૂરિયાતને પૂરી કરવામાં આવશે.
ખૂબ જ ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દક્ષિણ ભારતમાં આવવાની છે. આ માટે સર્વેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.હૈદરાબાદ, ચેન્નાઈ, અમરાવતી, બેંગ્લોર આ ચાર શહેરની આશરે પાંચ કરોડથી વધુ વસ્તી અને વિશ્વનું સૌથી મોટું બજાર છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે બુલેટ ટ્રેન સાકાર થયા પછી લોકો લોજિસ્ટિક્સની સ્થિતિ જોઈ શકશે.બુલેટ ટ્રેન ઉપરાંત તેમણે કહ્યું કે દક્ષિણ રાજ્ય તેના માર્ગોને મોટા પાયે વિકાસ કરવા જઈ રહ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર દૂરના રસ્તાઓની પણ ઉત્તમ જાળવણીનો સમાવેશ થશે.