BSNL Prepaid Recharge Plans in Gujarat: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ ગુજરાતના પ્રીપેડ ગ્રાહકો માટે બે આકર્ષક રિચાર્જ પ્લાન આપી રહ્યું છે, જેમાં લાંબી વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ, દોડ જીબીથી વધારે ડેટા અને SMS ના લાભો ઉપલબ્ધ છે. આ પ્લાન ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ખાસ કરીને ખર્ચ-અસરકારક અને વિશ્વસનીય કનેક્ટિવિટી શોધતા લોકો માટે યોગ્ય છે. જે લોકોને ઈન્ટરનેટ વપરાશમાં દોઢ જીબી ડેટા ઓછો પડી રહ્યો છે તેઓ માટે આ બન્ને પ્લાન સારા છે.
રૂ. 599 રિચાર્જ પ્લાન : (BSNL Rs. 599 Recharge Plan | Know Details and Benefits)
- આ પ્લાન હેઠળ, ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળશે, જેમાં નીચેના લાભો શામેલ છે:
- અનલિમિટેડ વોઇસ કોલિંગ: દેશભરમાં હોમ LSA અને રોમિંગમાં (મુંબઈ અને દિલ્હીના MTNL રોમિંગ એરિયા સહિત) અનલિમિટેડ ફ્રી વૉઇસ કોલ.
- ડેટા: દરરોજ 3GB હાઇ-સ્પીડ ડેટા, 3 જીબી પછી સ્પીડ 40 Kbps સુધી ઘટી જશે.
- SMS: દરરોજ 100 ફ્રી SMS (મુંબઈ અને દિલ્હીમાં રોમિંગ દરમિયાન પણ).
- આ પ્લાન ખાસ કરીને એવા ગ્રાહકો માટે આદર્શ છે જેઓ લાંબા સમય સુધી વધુ ડેટા અને અનલિમિટેડ કોલિંગની જરૂરિયાત ધરાવે છે.

રૂ. 485 રિચાર્જ પ્લાન: (BSNL Rs. 485 Recharge Plan | Know Details and Benefits)
- બીજો પ્લાન રૂ. 485નો છે, જે 80 દિવસની વેલિડિટી સાથે આવે છે અને નીચેના લાભો આપે છે:
- અનલિમિટેડ વોઇસ કોલિંગ: લોકલ અને STD કોલ્સ હોમ LSA અને રોમિંગમાં (મુંબઈ અને દિલ્હી સહિત) અનલિમિટેડ.
- ડેટા: દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, જે પછી સ્પીડ 40 Kbps સુધી ઘટી જશે.
- SMS: દરરોજ 100 SMS, જે રોમિંગમાં પણ ઉપલબ્ધ છે.