Amazon Sales In Gujarat: ગુજરાતના બજારોમાં એમેઝોને તેના ઓર્ડરને લઈ આશરે 30 ગણો વધારો નોંધાવ્યો છે. સુરત, અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરો તેમજ અમરેલી, ભુજ, નવસારી, જૂનાગઢ, જામનગર અને અન્ય શહેરોમાંથી નવા ગ્રાહકોની નોંધણીમાં 5 ગણો વધારો જોવા મળ્યો છે.
ખાસ કરીને વસ્ત્રો, ઘર તથા રસોડાના ઉત્પાદનો, ફૂટવેર અને ઈલેક્ટ્રોનિક્સ એસેસરીઝ અને હેરિટેજ ક્રાફ્ટની વસ્તુમાં વિશેષ વૃદ્ધિ જોવા મળી છે.
આ અંગે એમેઝોન બજારના પ્રોડક્ટ અને બિઝનેસ હેડ સમીર લાલવાણીએ જણાવ્યું હતું કે એમેઝોન બજાર માટે ગુજરાત એક વ્યૂહાત્મક વિકાસનું ક્ષેત્ર છે, જ્યાં ગ્રાહકોમાં ખૂબ જ પરવડે તેવા ઉત્પાદનોની સ્પષ્ટ માંગ જોવા મળે છે.
રાજ્યના વિક્રેતાઓએ એમેઝોન બજારમાં વાર્ષિક ધોરણે 4 ગણો વધુ સિલેક્શનનો ઉમેરો કર્યો છે, જેનાથી ગ્રાહકો માટે ઉપલબ્ધ એકંદર સિલેક્શનમાં કાપડ, ઉત્સવની ફેશન અને દાગીના સહિત અન્ય કેટેગરીમાં લગભગ 6 ગણો વધારો થયો છે.
સુરતમાં એમેઝોન બજારમાં ફેશન કેટેગરીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે; કુર્તીની માંગ ગયા વર્ષની સરખામણીએ 25 ગણી વધી છે, પુરુષોના શર્ટમાં 12 ગણો વધારો થયો છે અને સાડીઓમાં ગયા વર્ષ કરતાં 10 ગણો વધારો જોવા મળ્યો છે.