Naraka Chaturdashi

Created By: Dharmendra Thakur
કાળીચૌદસ દિવાળીની આગલી રાત્રે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે. ધનતેરસ પછીના દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણાવાળાં વડાં અને પૂરી, ઘર નજીકનાં ચારરસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું.










