Diwali 2026 Date and Muhurat: ભારતીય સંસ્કૃતિમાં દિવાળીના તહેવારનું અનેરું મહત્વ છે. વૈદિક પંચાંગ અનુસાર, દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે આ દીપોત્સવી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ધન અને વૈભવના દેવી માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. વર્ષ 2026માં દિવાળી ક્યારે છે અને પૂજા માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ છે, તે અંગેની વિગતો આ આર્ટિકલમાં મેળવો.
દિવાળી 2026 તારીખ
હિન્દુ પંચાંગની ગણતરી મુજબ, કાર્તિક મહિનાની અમાવસ્યા તિથિનો પ્રારંભ 08 નવેમ્બરના રોજ સવારે 11:27 વાગ્યે થશે. આ તિથિ બીજા દિવસે એટલે કે 09 નવેમ્બરના રોજ બપોરે 12:31 વાગ્યે પૂર્ણ થશે. શાસ્ત્રોમાં દિવાળીની પૂજા પ્રદોષ કાળ અને રાત્રિના સમયે કરવાનું વિધાન હોવાથી, વર્ષ 2026માં દિવાળી 08 નવેમ્બરના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે.
લક્ષ્મી પૂજન માટેનું શુભ મુહૂર્ત
દિવાળીના દિવસે ચોક્કસ મુહૂર્તમાં પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીય ગણતરી મુજબ પૂજાના મુહૂર્ત આ પ્રમાણે છે:
- લક્ષ્મી પૂજા મુહૂર્ત: સાંજે 06:22 થી 08:20 વાગ્યા સુધી. (પૂજાનો કુલ સમયગાળો: 01 કલાક 58 મિનિટ)
- પ્રદોષ કાળ: સાંજે 05:58 થી 08:32 વાગ્યા સુધી.
- વૃષભ કાળ: સાંજે 06:22 થી 08:20 વાગ્યા સુધી.
દિવાળી લક્ષ્મી પૂજા માટે શુભ ચોઘડિયા મુહૂર્ત
- સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 11:27 AM થી 12:23 PM
- બપોરે મુહૂર્ત (શુભ) - 01:47 PM થી 03:11 PM
- સાંજે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 05:58 PM થી 10:47 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) - 02:00 AM થી 03:36 AM, નવેમ્બર 09
- વહેલી સવારે મુહૂર્ત (શુભ) - 05:13 AM થી 06:49 AM, નવેમ્બર 09
પૂજા સમયે ધ્યાનમાં રાખવાના ખાસ નિયમો
શુભ ફળની પ્રાપ્તિ માટે ભક્તોએ પૂજા દરમિયાન નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:
- ઘર અને પૂજા સ્થાનની વિશેષ સફાઈ કરવી. પૂજામાં ક્યારેય તૂટેલા કે ખંડિત વાસણોનો ઉપયોગ ન કરવો.
- દિવાળી પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
- દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની ખંડિત (તૂટેલી) મૂર્તિની પૂજા ન કરવી.
- આ પવિત્ર દિવસે કોઈની સાથે વાદ-વિવાદ ન કરવો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
દાનનું મહત્વ
દિવાળીના પર્વ પર દાનનું વિશેષ મહત્વ છે. પૂજા સંપન્ન થયા બાદ મંદિર અથવા ગરીબ લોકોને અન્ન, વસ્ત્ર અને યથાશક્તિ ધનનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
માતા લક્ષ્મીના મંત્રો
પૂજા દરમિયાન નીચે આપેલા મંત્રોનો જાપ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે:
या रक्ताम्बुजवासिनी विलासिनी चण्डांशु तेजस्विनी।
या रक्ता रुधिराम्बरा हरिसखी या श्री मनोल्हादिनी॥
या रत्नाकरमन्थनात्प्रगटिता विष्णोस्वया गेहिनी।
सा मां पातु मनोरमा भगवती लक्ष्मीश्च पद्मावती ॥
ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ ।
या रक्ताम्बुजवासिनी विलासिनी चण्डांशु तेजस्विनी।
या रक्ता रुधिराम्बरा हरिसखी या श्री मनोल्हादिनी॥
या रत्नाकरमन्थनात्प्रगटिता विष्णोस्वया गेहिनी।
सा मां पातु मनोरमा भगवती लक्ष्मीश्च पद्मावती ॥
ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ ।
