Manasi Parekh (માનસી પારેખ)

Created By: Sanket Parekh
મુંબઈમાં જન્મેલી માનસી પારેખ દિલથી ગુજરાતી છે. સિંગિંગ અને એક્ટિંગમાં નિપુણ મલ્ટી ટેલેન્ટેડ માનસી પારેખે કરિયરની શરૂઆત MTVના શૉ 'કિતની મસ્ત હૈ જિંદગી'થી કરી હતી, જે બાદ તેણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. માનસી પારેખ ઝી ટીવીના સિંગીંગ રિયાલિટી શૉમાં વિજેતા થઈ હતી. માનસી પારેખ ગોહિલે ગુજરાતી ઉપરાંત હિન્દી ફિલ્મ ઉરી, તમિલ ફિલ્મ 'લીલાઈ' ઉપરાંત અનેક ધારાવાહિક અનેક શોર્ટ ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખ ગોહિલને બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો











