National Film Awards: ગુજરાતી એક્ટ્રેસ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, જાણો બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ વિશે

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 16 Aug 2024 02:56 PM (IST)Updated: Fri, 16 Aug 2024 04:54 PM (IST)
70th-national-film-awards-announced-gujarati-actress-manasi-parekh-won-the-best-actress-award-know-about-the-best-film-and-director-awards

70th National Film Awards: માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા પુરસ્કારો તરીકે જાણીતા, રાષ્ટ્રીય પુરસ્કારો એ કોઈપણ ફિલ્મ નિર્માતા માટે એક મોટી સિદ્ધિ છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવતા ડાયરેક્ટ-એક્ટર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' એ 2022માં તેની માઈથોલોજી બેસ્ડ સ્ટોરીથી સિનેમા ચાહકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ જોઈ ત્યારથી જ લોકો તેને નેશનલ એવોર્ડ માટે ફેવરિટ ગણાવી રહ્યા હતા.

મલયાલમ સિનેમાના દિગ્ગજ કલાકારોમાં ગણવામાં આવતા અભિનેતા મામૂટીને પણ તેમની બે શ્રેષ્ઠ ફિલ્મ માટે 'બેસ્ટ એક્ટર' કેટેગરી માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ફિચર ફિલ્મમાં આ વખતે નેશનલ એવોર્ડ વિજેતાની યાદી આ છે.

બેસ્ટ ફીચર ફિલ્મઃ આટ્ટમ (મલયાલમ)
બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ડાયરેક્ટર: પ્રમોદ કુમાર (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- કાંતારા
બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ
બેસ્ટ ફિલ્મ (AVGC- એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ ગેમિંગ અને કોમિક): બ્રહ્માસ્ત્ર
બેસ્ટ ડિરેક્શનઃ સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
બેસ્ટ એક્ટર (લીડ રોલ): ઋષભ શેટ્ટી (કાંતારા)
બેસ્ટ એક્ટ્રેસ (લીડ રોલ): નિત્યા મેનન (તિરુચિત્રમ્બલમ)
બેસ્ટ એક્ટ્રેસ: માનસી પારેખ - કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી ફિલ્મ)
બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રોલ): પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રોલ): નીના ગુપ્તા (ઉંચાઈ)
બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ: શ્રીપથ (મલ્લિકાપુરમ, મલયાલમ ફિલ્મ)
બેસ્ટ સિંગર (મેલ): અરિજીત સિંહ (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ સિંગર (ફિમેલ): બોમ્બે જયશ્રી
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ રવિ વર્મન (પોન્નિયન સેલ્વન)
બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજિનલ): આટ્ટમ (મલયાલમ)
બેસ્ટ સ્ક્રીનપ્લે (એડોપ્ટેડ):
બેસ્ટ સ્ક્રીનપ્લે (ડાયલોગ): ગુલમોહર
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ અનંત (પોન્નિયન સેલ્વન)
બેસ્ટ એડિટિંગ: આટ્ટમ (મલયાલમ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન:
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર:
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (ગીત): પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલવાન)
બેસ્ટ લિરિક્સ:
બેસ્ટ કોરિયોગ્રાફી:
બેસ્ટ એક્શન ડિરેક્શન:
સ્પેશિયલ મેંશન: મનોજ બાજપેયી 'ગુલમોહર' માટે, મ્યૂઝિક ડિરેક્ટર સંજય સલિલ ફિલ્મ 'કધિકન'

બેસ્ટ ફીચર ફિલ્મ (હિન્દી): ગુલમોહર
બેસ્ટ ફિચર ફિલ્મ (તેલુગુ): કાર્તિકેય 2
બેસ્ટ ફીચર ફિલ્મ (તમિલ): પોન્નિયન સેલવાન
બેસ્ટ ફીચર ફિલ્મ (ટીવા): સિકાઈસલ
બેસ્ટ ફીચર ફિલ્મ (મલયાલમ): સાઉદી વેલાક્કા સીસી. 225/2009
બેસ્ટ ફીચર ફિલ્મ (કન્નડ): કેજીએફ ચેપ્ટર 2
બેસ્ટ ફીચર ફિલ્મ (મરાઠી): વાલ્વી
બેસ્ટ ફીચર ફિલ્મ (પંજાબી): બાગી દી ધી
બેસ્ટ ફીચર ફિલ્મ (ઉડિયા): દમણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2022માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.