70th National Film Awards: 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં બોલિવૂડના જાણીતા એક્ટર મિથુન ચક્રવર્તીને સિનેમા જગતના સૌથી મોટા સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જ્યારે કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં વિભિન્ન ભાષાઓમાં સર્વશ્રેષ્ઠ ભારતીય ફિલ્મોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સન્માનિત કર્યા. આ પુરસ્કાર 1લી જાન્યુઆરી 31 ડિસેમ્બર, 2022 સુધી સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફાઈડ ફિલ્મોને આપવામાં આવ્યા છે.
પહેલા ભગવાનથી ઘણી જ ફરિયાદ હતી
મિથુન ચક્રવર્તી હાથમાં પ્લાસ્ટર પહેરીને સેરેમનીમાં હાજર રહ્યાં હતા. તેમની ફિલ્મી સફરની યાદગાર ઝલક દેખાડ્યા બાદ તેમણે સન્માન આપવા માટે મંચ પર બોલાવવામાં આવ્યા. મિથુન પોતાના સહાયકનો સહારો લેતા મંચ સુધી પહોંચ્યા અને રાષ્ટ્રપતિએ શાલ ઉઠાડીને તેમનું સ્વાગત કર્યું, જે બાદ સન્માનથી નવાજવામાં આવ્યા. ફિલ્મોમાં મિથુન ચક્રવર્તીના યોગદાન માટે તેમણે વિજ્ઞાન ભવનમાં સ્ટેન્ડિંગ ઓવિએશન આપવામાં આવ્યું.
સન્માન મેળવ્યા બાદ મિથુન ચક્રવર્તીએ કહ્યું, તમામ સૌના આશીર્વાદથી હું ફરી એકવખત આ મંચ પર પહોંચ્યો છું. મને કોઈ વસ્તુ સહેલાયથી નથી મળી, મેં ઘણાં જ સંઘર્ષ કર્યાં છે. આજે આ પુરસ્કાર પ્રાપ્ત કર્યાં બાદ મેં ફરિયાદ કરવાનું છોડી દીધું છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર, તેમણે મને બધું જ વ્યાજ સહિત પાછું સોંપ્યું છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં અનેક પ્રતિભાશાળી લોકો છે, પરંતુ તેમની પાસે પૈસા નથી. હું તેમણે કહેવા માગુ છું કે ભલે જ તમારી પાસે પૈસા ન હોય પણ આશા ન છોડો. સપનાં જોતા રહો. સુવો, પરંતુ તમારા સપનાઓને ન સુવા દો.
ઋષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ
કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર પોતાના નામે કર્યો છે. તેમણે તેમની ફિલ્મ કાંતારા માટે આ એવોર્ડ મળ્યો છે. મલયાલમ ભાષાની ફિલ્મ આટ્ટમને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો, જ્યારે બેસ્ટ એક્ટ્રેસનું સન્માન નિત્યા મેનન અને માનસી પારેખને મળ્યું. તિરુચિત્રાબલમમાં નિત્યા મેનન અને કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને આ એવોર્ડે મળ્યો. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ સૂરજ બડજાત્યાને ફિલ્મ ઉંચાઈ માટે મળ્યો. નીના ગુપ્તાને ફિલ્મ ઉંચાઈ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. બેસ્ટ સર્પોટિંગ એક્ટરનો પુરસ્કાર પવન મલ્હોભાને ફિલ્મ ફોઝા માટે મળ્યો.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની આખી લિસ્ટ
- બેસ્ટ એન્ટરટેઇનિંગ ફિલ્મ - કંતારા
- સ્પેશિયલ મેન્શન એવોર્ડ - મનોજ વાજપેયી (ગુલમહોર)
- બેસ્ટ ચાઈલ્ટ આર્ટિસ્ટ - શ્રીપત (મલયાલમ ફિલ્મ - મલ્લિકાપુરમ
- બેસ્ટ ફિલ્મ- ગુલમહોર (હિન્દી)
- બેસ્ટ ફિલ્મ - કાર્તિકેય 2 (તેલગુ)
- બેસ્ટ ફિલ્મ - પોન્નિયન સેલવન પાર્ટ 1 (તમિલ)
- બેસ્ટ મ્યૂઝિ ડાયરેક્ટર (નોન ફિલ્મ)- વિશાલ ભારદ્વાજ (ફુર્સત)
- બેસ્ટ પ્લેબેક સિંગર - પદ્મશ્રી બૉમ્બે જયશ્રી (સીદી વેલ્લાકા સીસીના ગીત ચાયુમ વેયિલ)
- બેસ્ટ સિનેમેટોગ્રાફી - રવિ વર્મન (પોન્નિયન સેલ્વન પાર્ટ- 1)
- બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર - એ આર રહેમાન (પોન્નિયન સેલ્વન પાર્ટ - 1)
- બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર - પ્રીતમ (બ્રહ્માસ્ત્ર પાર્ટ -1 )
આઈના બેસ્ટ નોન ફિલ્મ
- બેસ્ટ ફિલ્મ - કચ્છ એક્સપ્રેસ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રમોટ કરનારી)
- બેસ્ટ ફિલ્મ - બ્રહ્માસ્ત્ર (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ગેમિંગ અને કોમિક)
- બેસ્ટ ફિલ્મ ક્રિટિક - દીપિકા દુઆ
- બેસ્ટ બુક ઓન સિનેમા - અનિરુદ્ધ ભટ્ટાચાર્ય (કિશોર કુમાર- ધ અલ્ટીમેટ બાયોગ્રાફી)
- બેસ્ટ નોન ફિલ્મ - આઈના
