ભાવેશ અગ્રવાલ (Bhavish Aggarwal)

Created By: Nilesh Zinzuwadia
ભાવેશ અગ્રવાલ ભારતના એક યુવા ઉદ્યોગ સાહસિક છે. તેઓ ઓલા કન્ઝુમરના સહસ્થાપક અને સીઈઓ તથા ઓલા ઈલેક્ટ્રીકના સહ-સ્થાપક છે. આ ઉપરાંત ઓલા કૃત્રિમના સ્થાપક છે. ભાવેશ અગ્રવાલનો પંજાબના લુધિયાનામાં જન્મ થયો હતો અને તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ બોમ્બેમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી હાંસલ કરી છે. તેમણે માઈક્રોસોફ્ટથી કરિયરની શરૂઆત કરી હતી.











