Ola Share Price:છેલ્લા 6 સેશનથી રોકાણકારોને માલામાલ કરી રહ્યા છે ઓલા ઈલેક્ટ્રિકના શેર, આજે પણ લાગી વધુ 10 ટકાની તેજીની સર્કિટ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 19 Aug 2024 07:14 PM (IST)Updated: Mon, 19 Aug 2024 07:14 PM (IST)
ola-electric-has-been-making-investors-rich-for-6-days

Ola Share Price:ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર બનાવતી ((Electric Two Wheeler Maker) અગ્રણી ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric)ના IPO બાદ શેરમાં વ્યાપક પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે. IPOના લિસ્ટીંગ પણ એકંદરે ફ્લેટ રહ્યું હતું. જોકે હવે કંપનીના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે અને સતત 6 દિવસમાં આ કંપનીના શેરોએ પૈસા બે ગણા કરી આપ્યા છે.

શેરબજારના નિષ્ણાત ઓલા કંપનીના નબળા ફંડામેન્ટલને જોતા વેચવાની સલાહ આપી રહ્યા છે. અલબત ઓલાના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. સોમવારે પણ આ કંપનીના શેરમાં લગભગ 10 ટકા તેજીનો ઉછાળો આવ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) ખાતે કંપનીના શેરની કિંમત રૂપિયા 13.27 એટલે કે 10 ટકાની તેજી સાથે રૂપિયા 146 થયો છે.

ઓલાએ અત્યાર સુધીમાં કેટલું વળતર આપ્યું
ઓલાના લિસ્ટિંગ બાદ ફક્ત 6 દિવસથી જ શેરબજારમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. પરંતુ, આ 6 દિવસમાં રોકાણકારોના નાણાં લગભગ બમણા થઈ ગયા છે. સોમવારે ઓલા ઈલેક્ટ્રિકનો શેર 10 ટકાના અપર સર્કિટ સાથે રૂપિયા 146.38 પર બંધ થયો હતો. ઓલા ઈલેક્ટ્રીકના માલિક ભાવેશ અગ્રવાલે તાજેતરમાં રોડસ્ટર, રોડસ્ટર એક્સ અને રોડસ્ટર પ્રો નામની ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે અને કંપની માટે તેમની ભાવિશ્યની યોજના વિશે પણ વાત કરી હતી.