Ola Electric Stock: SoftBankએ Ola ઈલક્ટ્રિકમાં તેનો હિસ્સો ઘટાડ્યો; 2.15 ટકા શેર હિસ્સો વેચ્યો, સ્ટોકના ભાવમાં કડાકો

કંપનીએ 94.9 મિલિયન શેર વેચીને તેનો 2.15 ટકા હિસ્સો વેચી દીધો છે, જેનાથી તેનો કુલ હિસ્સો 15.68 ટકા થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 04 Sep 2025 11:13 PM (IST)Updated: Thu 04 Sep 2025 11:13 PM (IST)
softbank-ola-electric-stake-sale-share-performance-597565

SoftBank Ola Electric Stake Sale: જાપાની રોકાણ દિગ્ગજ સોફ્ટબેંક ગ્રુપે ભારતીય ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ઓલા ઇલેક્ટ્રિકમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો છે.

કંપનીએ 94.9 મિલિયન શેર વેચીને તેનો 2.15 ટકા હિસ્સો વેચી દીધો છે, જેનાથી તેનો કુલ હિસ્સો 15.68 ટકા થયો છે. તાજેતરના સમયમાં ઓલા ઇલેક્ટ્રિકના શેરોમાં શાનદાર તેજી જોવા મળતી હતી.

સોફ્ટબેંકનું પ્રથમ એક્ઝિટ
નિયમનકારી ફાઇલિંગ અનુસાર સોફ્ટબેંકના રોકાણ એકમ SVF II ઓસ્ટ્રિચ (DE) LLC એ 15મી જુલાઈ, 2025 અને 2 સપ્ટેમ્બર, 2025 વચ્ચે અનેક વ્યવહારોમાં આ શેર વેચ્યા હતા. આ વેચાણ સાથે સોફ્ટબેંકે ઓગસ્ટ 2024માં ઓલા ઇલેક્ટ્રિકના IPO પછી પહેલી વાર તેનો હિસ્સો ઘટાડ્યો છે.

જો કે આ હિસ્સેદારીના વેચાણ બાદ પણ સોફ્ટબેંક કંપનીનો બીજો સૌથી મોટો શેરધારક છે. કંપનીના સ્થાપક અને ચેરમેન ભાવિશ અગ્રવાલ 30.02 ટકા હિસ્સા સાથે સૌથી મોટા શેરધારક છે.

ઝડપથી વધી રહેલા શેર
સોફ્ટબેંક દ્વારા હિસ્સો ઘટાડવાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઓલા ઇલેક્ટ્રિકના શેરના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં 57 ટકાથી વધુનો વધારો થયો છે, જે તેના લિસ્ટિંગ પછીનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવે છે.

જોકે, ગુરુવારે તેનો શેર 6.51 ટકા ઘટીને રૂ. 64.50 પર આવી ગયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં તેના શેર 26 ટકાથી વધુ વધ્યા છે.