Ola Electric Share Price: BSE-500માં સામેલ ઓલા ઈલેક્ટ્રિકના શેરોમાં શાનદાર તેજી આગળ વધી છે. બુધવારના સત્રમાં શેરમાં આશરે 11 ટકાની તેજી જોવા મળી છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે ઓલા ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડના શેરનો ભાવ રૂપિયા 7.03 એટલે કે 11.35 ટકા વધી રૂપિયા 68.99 રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે Ola Electricનો શેર 18મી ઓગસ્ટના રોજ રૂપિયા 41.50ના લેવલ પર હતો. હવે શેર લગભગ રૂપિયા 69 પર પહોંચી ગયો છે. છેલ્લા છ સેશનમાં શેરમાં આસરે 42 ટકાની તેજી જોવા મળી છે.
શેર કેમ વધી રહ્યો છે
ઓલાના સ્ટોકમાં વધારા પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે. કંપની વિશે ઘણા સમાચાર બહાર આવ્યા છે. ગયા અઠવાડિયે કંપનીએ માહિતી આપી હતી કે તેને PLI પ્રમાણપત્ર મળ્યું છે. આ પ્રમાણપત્ર તેના Gen 3 S1 સ્કૂટરના તમામ 7 મોડેલો પર લાગુ થશે, આ મંજૂરી સાથે કંપનીના Gen 2 અને Gen 3 લાઇનઅપ્સ હવે PLI પ્રમાણિત છે. આ પ્રમાણપત્ર પછી કંપની વર્ષ 2028 સુધી વેચાણ મૂલ્ય પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર બની ગઈ છે. કંપનીના મતે તેનાથી તેના માર્જિનમાં સુધારો થશે અને કંપની સકારાત્મક EBITDA ની નજીક આવી ગઈ છે.
છેલ્લા 6 સત્રોમાંથી 5 સત્રમાં શેર વધ્યો
શેર પ્રત્યેના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે અને શેરમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 સત્રોમાંથી 5 માં શેરમાં વધારો નોંધાવવામાં સફળ રહ્યો છે. આ 6 સેશનમાં શેરમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત વોલ્યુમ પણ ખૂબ ઊંચું રહ્યું છે. બુધવારે વોલ્યુમ 75 કરોડ સુધી પહોંચ્યું છે, જે 20 સત્રોમાં 30 કરોડના સરેરાશ વોલ્યુમ કરતા ઘણું વધારે છે. આ ખરીદીને કારણે શેર તેની બધી મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. શેરનો RSI 79 પર પહોંચી ગયો છે. 70 થી ઉપર RSI ઓવરબોટ માનવામાં આવે છે.