Yuzvendra Chahal Dhanashree Verma: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) ના છૂટાછેડાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ બંનેના છૂટાછેડાને લઈને ચર્ચા થતી રહે છે. થોડા સમય પહેલા ચહલે એક પોડકાસ્ટમાં છૂટાછેડા વિશે વાત કરી હતી અને હવે તાજેતરમાં ધનશ્રીએ પણ એક પોડકાસ્ટમાં આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ત્યારે યુઝવેન્દ્ર ચહલે હાલમાં એક પોસ્ટ શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે.
યુઝવેન્દ્ર ચહલની પોસ્ટ
ચહલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ચહલ કોઈ તળાવ પાસે પ્રકૃતિનો નઝારો માણી રહ્યા હોય તેવું લાગે છે. આ તસવીરો સાથે તેમણે જે કેપ્શન લખ્યું છે તેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ચહલે લખ્યું છે કે લાખો લાગણીઓ, શૂન્ય શબ્દો… ચહલની આ પોસ્ટ પર લોકોની ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે 'ભાઈ, વોટ્સએપ પર કહેવાનું હતું ને'. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે ધનશ્રીનો પોડકાસ્ટ જોઈને આવ્યો છે'.
ધનશ્રીએ શું કહ્યું હતું
ધનશ્રીએ પોતાના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે જ્યારે છૂટાછેડા થયા ત્યારે તે ભલે માનસિક રીતે તૈયાર હતી, તેમ છતાં તે કોર્ટમાં ખૂબ રડી પડી હતી. કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો ત્યારે બધાની સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ચહલ સૌથી પહેલા કોર્ટમાંથી બહાર નીકળી ગયો હતો.
ધનશ્રીએ ચહલની 'બી યોર ઓન સુગર ડેડી' લખેલી ટી-શર્ટ વિશે પણ વાત કરી હતી. ધનશ્રીએ કહ્યું કે હું આશ્ચર્યચકિત હતી કારણ કે હું કોર્ટના પાછળના રસ્તેથી ગઈ હતી. હું તો તૈયારી સાથે નહોતી આવી, મેં તો એક સાદી ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. પણ તે કેમેરા સામે એ રીતે ગયો, કહેતો હતો કે મેસેજ આપવાનો હતો, તો ભાઈ વોટ્સએપ કરી દેતો ને.