Shoaib Malik opens up after divorce with Sania Mirza: પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિકે 18 જાન્યુઆરીએ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. લગ્નના બે દિવસ બાદ આ કપલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વેડિંગ ફોટોઝ શેર કર્યા હતા. સના સાથે નિકાહની જાહેરાત બાદ સ્પષ્ટ થયું હતું કે, શોએબે તેની બીજી વાઈફ સાનિયા મિર્ઝાને તલાક આપી દીધા હતા. આ બાદ શોએબ મલિકને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.
શોએબ મલિકે મૌન તોડ્યું
એક પોડકાસ્ટ દરમિયાન શોએબ મલિકે ત્રીજા લગ્ન વિશે મૌન તોડતા કહ્યું કે, "આપણે એ જ કરવું જોઇએ જે આપણું દિલ કહે છે. એ ન વિચારવું જોઈએ કે લોકો શું વિચારશે. ભલે તમને એ શીખવામાં સમય લાગી જાય કે લોકો શું વિચારશે? તમે તમારા દિલનું સાંભળો ભલે પછી 10 વર્ષ લાગી જાય કે પછી 20 વર્ષ લાગી જાય."
'ખુલા' લઈને પતિથી અલગ થઈ સાનિયા
ઉલ્લેખનીય છે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ 2010માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો ઈજહાન પણ છે. શોએબ અને સાનિયા મિર્ઝા હવે સાથે મળીને તેનો ઉછેર કરશે. સાનિયાના પરિવારનો દાવો છે કે, સાનિયાએ તેના પતિથી 'ખુલા' લઈને અલગ માર્ગ અપનાવ્યો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.