IPL 2025 Opening Ceremony: ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે IPLની ઓપનિંગ સેરેમની, અહીં મેળવો તારીખ, સમય અને કલાકારોની જાણકારી

IPL 2025 Opening Ceremony Date, Time, Live Streaming: આ આર્ટિકલમાં જાણો, આઈપીએલ 2025ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 21 Mar 2025 03:22 PM (IST)Updated: Fri 21 Mar 2025 03:24 PM (IST)
ipl-2025-opening-ceremony-in-kolkata-how-and-where-to-watch-ceremony-date-time-venue-live-streaming-in-india-and-performers-list-495217

IPL 2025 Opening Ceremony Date, Time, Live Streaming: આઇપીએલ 2025 (IPL 2025)ની 18મી સિઝનની શરૂઆત 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે એક ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થવાની છે. સ્ટાર્સથી ભરપૂર ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી, સિંગર શ્રેયા ઘોષાલ અને પંજાબી સેન્સેશન કરણ ઔજલા પરફોર્મ કરવાના છે. IPL 2025ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે રમાવાની છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો, આઈપીએલ 2025ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે.

IPL 2025 ઓપનિંગ સેરેમનીની મુખ્ય જાણકારી

IPL 2025 ઓપનિંગ સેરેમની ક્યારે છે?

IPL 2025 ઓપનિંગ સેરેમની 22 માર્ચ, શનિવારે યોજાવાની છે.

IPL 2025 ઓપનિંગ સેરેમની ક્યાં યોજાશે?

IPL 2025 ઓપનિંગ સેરેમની કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાશે.

IPL 2025 ઓપનિંગ સેરેમની કેટલા વાગ્યે શરૂ થશે?

IPL 2025 ઓપનિંગ સેરેમની સાંજે 6 વાગ્યે (IST) શરૂ થશે.

IPL 2025 ઓપનિંગ સેરેમનીનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

IPL 2025 ઓપનિંગ સેરેમની સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

IPL 2025 ઓપનિંગ સેરેમની ઓનલાઈન ક્યાં સ્ટ્રીમ કરી શકો છો?

IPL 2025 ઓપનિંગ સેરેમની જિયોહોટસ્ટાર (JioHotstar) પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.