Cheteshwar Pujara Net Worth: રાજકોટમાં આલિશાન ઘર, લક્ઝરી કાર… કરોડોમાં કમાણી કરે છે ચેતેશ્વર પૂજારા, જાણો કેટલી સંપત્તિના માલિક છે

ચેતેશ્વર પૂજારાની અંદાજિત કુલ સંપત્તિ ભારતીય રૂપિયામાં આશરે 25 કરોડ છે અને તેમની માસિક આવક 15 લાખની આસપાસ છે. જ્યારે વાર્ષિક આવક 2 કરોડની આસપાસ છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sun 24 Aug 2025 12:00 PM (IST)Updated: Sun 24 Aug 2025 12:00 PM (IST)
cheteshwar-pujara-net-worth-car-collection-house-590892

Cheteshwar Pujara Net Worth: ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ચેતેશ્વર પૂજારાએ નાની ઉંમરથી જ રમવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે તેમણે નાની ઉંમરમાં જ જંગી સંપત્તિ ભેગી કરી છે. ચાલો જાણીએ કે કેટલી સંપત્તિના માલિક છે ચેતેશ્વર પૂજારા

Cheteshwar Pujara Net Worth

ચેતેશ્વર પૂજારાની અંદાજિત કુલ સંપત્તિ ભારતીય રૂપિયામાં આશરે 25 કરોડ છે અને તેમની માસિક આવક 15 લાખની આસપાસ છે. જ્યારે વાર્ષિક આવક 2 કરોડની આસપાસ છે. ચેતેશ્વર પૂજારા પાસે ઘણા મોટા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. તેમણે IPLમાંથી પણ સારી એવી કમાણી કરી છે. ચેતેશ્વર પૂજારા પાસે રાજકોટમાં એક આલીશાન ઘર છે. તેની પાસે કેટલીક લક્ઝરી કાર જેવી કે ઓડી અને ફોર્ડ છે.

પૂજારાની ઘરેલુ કારકિર્દી પ્રભાવશાળી રહી છે. તેણે સૌરાષ્ટ્ર માટે ઘણી વખત ઘણા રન બનાવ્યા છે. રણજી ટ્રોફી 2017-18માં તેણે માત્ર ચાર મેચમાં 437 રન બનાવ્યા હતા. 2019-20 રણજી ટ્રોફીમાં, પૂજારાએ તેની 50મી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી. પૂજારાએ ભારત માટે કુલ 103 ટેસ્ટ મેચ રમી છે, જે દરમિયાન તેણે 7000 થી વધુ રન બનાવ્યા છે.