Albie Mokrell predicted: IPL 2024 ની ટ્રોફી કઇ ટીમ પોતાના નામે કરશે તે નક્કી કરવામાં હજી ઘણો સમય બાકી છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 મે ના રોજ રમાવાની છે. પરંતુ તે પહેલા એ જોવાનું રહેશે કે કઇ ચાર ટીમ પ્લેઓફમાં પહોંચશે. જો કે આ બાબત પર ઘણા દિગ્ગજો પોતાનો અભિપ્રાય પણ આપી રહ્યા છે.
IPL will be very competitive this year. All the teams very dangerous. MI will make a comeback. At this stage I still think CSK will defend their title. 🦁
— Albie Morkel (@albiemorkel) April 2, 2024
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર અને ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આઇપીએલ રમનાર એલ્બી મોર્કેલને લાગે છે કે, 'આ વર્ષની આઇપીએલ ખૂબ જ રસપ્રદ રહેશે. તમામ ટીમ ખતરનાક છે. મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ ફરીથી વાપસી કરશે અને ટાઇટલ જીતવા વધુ મહેનત કરશે.' આઇપીએલ પોઇન્ટ ટેબલ પર નજર કરીએ તો, તેમાં ટોપમાં રાજસ્થાન, કલકત્તા, ચેન્નાઈ અને લખનઉ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 'મહેન્દ્રસિંહ ધોનીની આ છેલ્લી ટૂર્નામેન્ટ હોઇ શકે છે. 2023માં ધોનીએ આ ખિતાબ જીત્યો હતો અને 2024 ની આઇપીએલ પહેલા ઋતુરાજ ને ટીમને કમાન સોંપી દીધી હતી. ચેન્નાઈએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર બન્ને શરુઆતી મેચમાં જીત મેળવી હતી. પરંતુ દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.