Vivah Upay: જ્યોતિષશાસ્ત મુજબ ગ્રહો દરેક વ્યક્તિના જીવનમાં અનેક સારા-ખરાબ પ્રભાવો પાડે છે. કોઈ વ્યક્તિના લગ્નમાં અવરોધો આવતા હોય તો સમજવું કે લગ્ન કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય શકે છે. આ સાથે વ્યક્તિએ આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. કુંડળીમાં શુક્ર જો શુભ ન હોય તો વિપરિત ફળ આપે છે. આ માટે ઘણા કારણો પણ હોય છે. આ સ્થિતિમાં શુક્રને પ્રસન્ન કરવો જરૂરી છે. આવો જાણીએ કે કેવા ઉપાય કરવાથી શુક્ર ગ્રહ રાજી થાય છે અને વ્યક્તિના જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.
શુક્રનો પ્રભાવ
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ-સમૃદ્ધિ, ધન અને વિવાહનો કારકગ્રહ માનવમાં આવે છે. જો વ્યક્તિનો શુક્ર ગ્રહ મજબૂત હોય તો તેણે જીવનમાં ક્યારેય મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. પરંતુ તો શુક્ર ગ્રહ નબળો હોય તો વ્યક્તિ પરેશાન થઈ જાય છે.
- શુક્ર ગ્રહને સ્વચ્છતા પસંદ છે. સ્વચ્છ કપડા પહેરવા, ઘરમાં સાફ-સફાઈ રાખવી. પાણીમાં એલચી નાખીને સ્નાન કરવું જોઈએ.
- લગ્નમાં અવરોધ આવે છે તો આ ઉપાય કરો. સફેદ કપડા પહેરી ભગવાન શિવની પૂજા કરો, આવું કરવાથી શુક્રનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે.
- શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી શુક્ર મજબૂત બને છે અને સારું ફળ મળે છે.
- પાણીમાં કાળા તલ, સફેદ ફૂલ અને ગંગાજળ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો. ત્યાર બાદ દૂધથી અભિષેક કરો. તમારી મનોકામના પૂર્ણ થશે.
- 16 શુક્રવાર માતા રાની માતાના મંદિરમાં પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.
- શુક્રવારના દિવસે નાની બાળકીઓને જમાડવી જોઈએ અને તેમને સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
- શુક્રવારના દિવસે ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः મંત્રનો જાપ કરો. આનાથી શુક્ર ગ્રહ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે.