Shukra Gochar 2025: વૈદિક જ્યોતિષની ગણના અનુસાર, દરેકની કુંડળીમાં કેટલાક એવા યોગ રચાતા હોય છે, જે જાતકને જીવનમાં તમામ ભૌતિક સુખ-સુવિધા પુરી પાડે છે. આ યોગની અસરથી જાતક જીવનમાં અપાર ધન હાંસલ કરે છે.
જ્યોતિષ વિદ્યામાં શુક્ર ગ્રહને સુખ-સુવિધા, ઐશ્વર્ય અને વૈભવનો કારક ગણવામાં આવે છે. ઑક્ટોબર મહિનામાં શુક્ર ગ્રહ પોતાની નીચ રાશિ કન્યામાં ગોચર કરશે. આ ગોચરથી નીચભંગ રાજયોગનું નિર્માણ થશે. જેની શુભા-શુભ અસર દરેક રાશિઓ પર પડે છે. જે પૈકી 3 રાશિઓ એવી છે, જેમનો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે. આ લકી રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. તેઓનું નવી પ્રોપર્ટી કે ઘર ખરીદવાનું સપનું પણ સાકાર થઈ શકે છે.
મિથુન: શુક્રનો નીચભંગ રાજયોગ મિથુન રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેવાનો છે. જાતકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનતા નાણાંકીય ખેંચ દૂર થશે. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. ધંધામાં સ્પર્ધાત્મક બાબતમાં સારું પરિણામ મળશે. નોકરિયાતોને ઉપરી વર્ગથી મનમેળ સારો રહેશે.
મકર: આ રાશિના જાતકો માટે રાજયોગ ભાગ્યવૃદ્ધિની તક લઈને આવશે. વિદેશ વસતા યુવાનોને સારા સમાચાર મળે. પરદેશના કામમાં પ્રગતિ થતી જણાય. ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. લાંબા સમયથી ઘોંચમાં પડેલા વિવાહ વગેરેના કામ ઉકેલાશે. જીવનસાથીનો ભરપુર સાથ સહકાર મળી રહેશે. નવી મિલકત અને વાહન ખરીદીનો યોગ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળવાના ચાન્સ છે.
ધન: શુક્રનો નીચભંગ રાજયોગ આ રાશિના જાતકોને કરિયર અને વેપાર-ધંધાની દ્રષ્ટિએ લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન જાતકોને જૂની ઉઘરાણી પરત મળી શકે છે. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ મળવાના ચાન્સ છે. દામ્પત્યજીવનમાં સુખના પ્રસંગો આવે.વિદ્યાર્થી વર્ગને અભ્યાસ માટે નવી દિશા મળશે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.