September 2025 Vrat Tyohar List: નવરાત્રિથી લઈ એકાદશી સુધી, સપ્ટેમ્બરમાં આવતા વ્રત-તહેવારોની સંપૂર્ણ યાદી

વ્રત-તહેવારોની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે આ મહિનામાં અનંત ચતુર્દશી, એકાદશી, નવરાત્રિ ઉપરાંત અન્ય ઘણા વ્રત તથા તહેવારો આવી રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 30 Aug 2025 03:55 PM (IST)Updated: Sat 30 Aug 2025 03:55 PM (IST)
september-2025-vrat-tyohar-list-shardiya-navratri-pitru-paksha-ekadashi-september-festival-full-list-594324

September Vrat Tyohar List 2025: હવે ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારબાદ ભાદવરા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ સાથે સપ્ટેમ્બર મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

વ્રત-તહેવારોની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે આ મહિનામાં અનંત ચતુર્દશી, એકાદશી, નવરાત્રિ ઉપરાંત અન્ય ઘણા વ્રત તથા તહેવારો આવી રહ્યા છે. આ સાથે આ મહિનામાં પિતૃપક્ષનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આ સંજોગોમાં આ મહિનામાં દાન-પૂણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ગ્રહણ પણ લાગવાનું છે. આ સંજોગોમાં ચાલો જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં આવનારા તમામ વ્રત તહેવારોની સંપૂર્ણ યાદી.

સપ્ટેમ્બર 2025ના વ્રત-તહેવાર (September Vrat Tyohar List 2025)

  • 01 સપ્ટેમ્બર 2025 - જ્યેષ્ઠા ગૌરી પૂજા
  • 02 સપ્ટેમ્બર 2025 - જ્યેષ્ઠા ગૌરી વિસર્જન
  • 03 સપ્ટેમ્બર 2025 – પરિવર્તિની એકાદશી
  • 04 સપ્ટેમ્બર 2025- વામન જયંતિ, ભુવનેશ્વરી જયંતિ અને કલ્કી દ્વાદશી
  • 05 સપ્ટેમ્બર 2025- ઓણમ, શિક્ષક દિવસ અને શુક્ર પ્રદોષ વ્રત
  • 06 સપ્ટેમ્બર 2025- ગણેશ વિસર્જન અને અનંત ચતુર્દશી
  • 07 સપ્ટેમ્બર 2025- ભાદરવા પૂર્ણિમા વ્રત અને ભાદરવા મહિનાના શ્રાદ્ધ
  • 08 સપ્ટેમ્બર 2025- પિતૃ પક્ષની પ્રતિપદા તિથિએ શ્રાદ્ધ કરવામાં આવશે
  • 10 સપ્ટેમ્બર 2025- વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી
  • 11 સપ્ટેમ્બર 2025 - શ્રાદ્ધ અને તર્પણ મહાભારણી અને પંચમી તિથિએ કરવામાં આવશે
  • 12 સપ્ટેમ્બર 2025- માસિક કાર્તિગાઈ
  • 14 સપ્ટેમ્બર 2025 – જીવિતપુત્રિકા વ્રત, મહાલક્ષ્મી વ્રત પૂર્ણ, રોહિણી વ્રત, હિન્દી દિવસ, કાલાષ્ટમી અને માસિક કૃષ્ણ જન્માષ્ટમી
  • 17 સપ્ટેમ્બર 2025 – એકાદશી શ્રાદ્ધ, ઇન્દિરા એકાદશી, કન્યા સંક્રાંતિ અને વિશ્વકર્મા પૂજા.
  • 19 સપ્ટેમ્બર 2025- માસિક શિવરાત્રી અને શુક્ર પ્રદોષ વ્રત
  • 21 સપ્ટેમ્બર 2025 – સર્વપિત્રી અમાવસ્યા, દર્શ અમાવાસ્યા અને અશ્વિન અમાવસ્યા
  • 22 સપ્ટેમ્બર 2025- શારદીય નવરાત્રીનો પ્રારંભ, ઘટસ્થાપન અને મહારાજા અગ્રસેન જયંતિ.
  • 23 સપ્ટેમ્બર 2025- ચંદ્ર દર્શન
  • 25 સપ્ટેમ્બર 2025 – વિનાયક ચતુર્થી
  • 26 સપ્ટેમ્બર 2025 - ઉપાંગ લલિતા વ્રત
  • 27 સપ્ટેમ્બર 2025 - સંકંદ ષષ્ઠી
  • 29 સપ્ટેમ્બર 2025 – સરસ્વતી આહવાન અને નવપત્રિકા પૂજા
  • 30 સપ્ટેમ્બર 2025 – સરસ્વતી પૂજા, દુર્ગા અષ્ટમી, સંધી પૂજા અને માસિક દુર્ગાષ્ટમી