Nostradamus Predictions 2025: નોસ્ટ્રાડમસની આગાહીઓ સદીઓથી લોકોને આકર્ષી રહી છે. 2025 માટે તેમની કેટલીક આગાહીઓએ દુનિયાની ચિંતા વધારી છે. તેમણે 2025 માં ત્રીજા વિશ્વયુદ્ધની મોટી આગાહી કરી છે. તેની સાથે જ તેમણે ટેક્નોલોજીના વધતા વ્યાપથી જોખમ અંગે પણ જણાવ્યું હતું. ચાલો જાણીએ કે 2025 ને લઈને તેમણે શું આગાહીઓ કરી છે.
ત્રીજું વિશ્વ યુદ્ધ
નોસ્ટ્રાડમસે 2025માં મોટા યુદ્ધની આગાહી કરી છે. જે યુરોપમાં મોટા સંઘર્ષ તરફ ઈશારો કરી શકે છે, જે વિશ્વ માટે વિનાશક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે યુરોપ ખંડ હંમેશા રાજકીય ઉથલપાથલ અને યુદ્ધોનો સાક્ષી રહ્યો છે. જોકે હાલમાં તેને રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વિશ્વના મોટા દેશોની સીધી ભાગીદારીથી ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી શકે તેવી સંભાવના છે.
કુદરતી આફતો
નોસ્ટ્રાડમસ વ્યવસાયે ડૉક્ટર હતા. પ્લેગ, મેલેરિયા, શીતળા જેવા રોગચાળા દરમિયાન લોકોની સારવાર કરતા હતા. તેમણે 2025 માં ભૂકંપ, સુનામી અને અન્ય કુદરતી આફતોની આગાહી કરી છે. આ આફતો મોટા પાયે વિનાશનું કારણ બની શકે છે. આ વાતને નકારી શકાય તેમ નથી, કારણ કે આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય સમસ્યાઓના કારણે સમગ્ર વિશ્વમાં કુદરતી આફતોની ઘટનાઓ વધી રહી છે.
ટેક્નોલોજીના કારણે વધતું જોખમ
નોસ્ટ્રાડમસે ટેક્નોલોજીના વધતા પ્રભાવ અને તેના જોખમો વિશે પોતાની આગાહીઓમાં સંકેત આપ્યો હતો. તેમણે આગાહી કરી હતી કે એક દિવસ ટેક્નોલોજી એટલી શક્તિશાળી બની જશે કે તે માનવ જીવનના દરેક પાસાને નિયંત્રિત કરશે. જેનું એક મોટું ઉદાહરણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે.
વૈશ્વિક અર્થતંત્રનું પતન
નોસ્ટ્રાડમસે આગાહી કરી છે કે 2025માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પડી ભાંગશે. આ વૈશ્વિક આર્થિક સંકટથી યુરોપ અને લેટિન અમેરિકા ખરાબ રીતે પ્રભાવિત થશે. તે ભૂખમરો અને અશાંતિ તરફ દોરી જશે.