Janmashtami 2025: જન્માષ્ટમી પર બુધાદિત્ય-ગજલક્ષ્મી યોગનો સંયોગ 3 રાશિ માટે અત્યંત શુભ, જાતકોની નાણાંકીય સમસ્યાનો અંત આવશે

જુલાઈ મહિનો સમાપ્ત થવાની સાથે અને ઓગસ્ટ શરૂ થતાં તહેવારોની સિઝન તો શરૂ થઈ જ ગઈ છે, પરંતુ આ સાથે-સાથે કેટલાક શુભ યોગ પણ એકસાથે સર્જાઈ રહ્યા છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 15 Aug 2025 10:47 PM (IST)Updated: Fri 15 Aug 2025 10:47 PM (IST)
budhaditya-and-gajalakshmi-rajyoga-lucky-for-these-3-zodiac-sign-on-janmashtami-2025-586126
HIGHLIGHTS
  • આવતીકાલે ભગવાન શ્રીકૃષ્ણનો 5252નો જન્મોત્સવ ઉજવાશે

Janmashtami 2025: આવતીકાલે 16 ઓગસ્ટના રોજ ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મના માનમાં ઉજવવામાં આવતો આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આવે છે. શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો 5252નો જન્મોત્સવ ઉજવવામાં આવશે.

ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ વર્ષે જન્માષ્ટમીનો પર્વ ખાસ રહેશે, કારણ કે આ દિવસે બુધાદિત્ય યોગ, વૃદ્ધિ યોગ, ગજલક્ષ્મી રાજયોગ અને શ્રીવત્સ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષના જાણકારોના મતે, જન્માષ્ટમી પર બની રહેલા આ તમામ સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને અઢળક ફાયદો પણ થશે,

તો ચાલો કઈ છે આ લકી રાશિ…

કન્યા: આ રાશિના જાતકો માટે જન્માષ્ટમીનો પર્વ ખૂબ જ લાભકારી સિદ્ધ થશે. ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા વરસવાથી આ રાશિના જાતકો એક પછી એક સફળતાની સીડીઓ ચડશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને યશ મળે અને પદમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ જળવાઈ રહેશે. ભાઈભાંડુનો સહકાર મળી રહેશે.

ધન: આ રાશિના જાતકોને કરિયરમાં મોટી સફળતા મળવાના યોગ છે. આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકશો. તમારા વર્ષોથી અટકેલા કારો પૂરા થતાં રાહત જણાશે. જૂના રોકાણ પર સારું વળતર મળી શકે છે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

કુંભ: આ રાશિના જાતકો પોતાની આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ કરી સરળતાથી સફળતાની સીડી ચઢી શકશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે. નોકરીના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. નોકરિયાત વર્ગનો કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. આવકની નવી દિશા ખુલશે. રોકાયેલી ઉઘરાણી પરત આવશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.