Ahmedabad to Dwarka VAnde Bharat Train: ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્ર જતા લોકોને બીજી વંદે ભારતની ભેટ મળી છે. અધિકારીઓનું કહેવું છે કે અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું બુકિંગ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર 13 માર્ચથી શરુ થઈ ગયું છે. સુપરફાસ્ટ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝીક્યૂટિવ ચેર કોચ સામેલ છે અને બંને વચ્ચે 500 કિમીથી વધુનું અંતર 6 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થશે.
તો અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે દ્વારકા સુધી લંંબાવવામાં આવી છે. લગભગ પોણા છ કલાકમાં અમદાવાદથી દ્વારકા પહોંચી શકાય છે. આ સુવિધાનો 1લી એપ્રિલથી પ્રારંભ થશે.
આ વંદે ભારત ટ્રેનના રુટ વધારવામાં આવ્યા
આ ટ્રેન અમદાવાદ-મુંબઈ સેન્ટ્ર, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસૂર-ચેન્નાઈ, પટના-લખનઉ, ન્યૂ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ-દેહરાદૂન, વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગલુરુ, રાંચી-વારાણસી, ખજુરાહો-દિલ્હી, કલબુર્ગી-સર એમ વચ્ચે ચાલશે. અમદાવાદ-જામનગર વંદે ભારતને દ્વારકા સુધી વધારી દેવામાં આવી છે. અજમેર-દિલ્હી સરાય રોહિલ્લા વંદે ભારતને ચંડીગઢ સુધી વધારવામાં આવી છે. ગોરખપુર-લખનઉ વંદે ભારતને પ્રયાગરાજ સુધી વધારવામાં આવી છે અને તિરુવનંતપુરમ-કાસરગોડ વંદે ભારતને મંગલુરુ સુધી વધારવામાં આવી છે.
અમદાવાદ-જામનગર વંદે ભારત ક્યારે ઉપડે છે અને તેનું ભાડું શું છે
હાલ આ વંદે ભારત અમદાવાદથી જામનગર જવા માટે સાંજે 6 .10 વાગ્યે ઉપડટે છે અને જામનગર રાત્રે 10.25 વાગ્યે પહોંચે છે. જે જામનગર પહોંચવામાં સવા ચાર કલાક લે છે. તેનું ભાડું એસી ચેર કારનું ભાડું 1120 રુપિયા છે અને એક્ઝીક્યૂટિવ ચેર કારનું ભાડું 1985 રૂપિયા છે. જ્યારે આ ટ્રેન દ્વારકા સુધી લંબાવવામાં આવી છે, ત્યારે તે દ્વારકા રાત્રે 11-54 વાગ્યે પહોંચાડે છે. અમદાવાદથી દ્વારકા પહોંચાડવામાં આ ટ્રેન પોણા છ કલાક લે છે. એસી ચેર કારનું ભાડું 1330 રુપિયા છે જ્યારે એક્ઝીક્યૂટિવ ચેર કારનું ભાડું 2,425 રુપિયા જેટલું છે.
ડબ્લ્યૂઆર નેટવર્ક પર ચાલી રહી છે
અમદાવાદ-મુંબઈ વચ્ચે આ બીજી વંદે ભારત એક્સપ્રેસ છે, પહેલી 2022માં લોન્ચ કરાઈ હતી. આ પહેલા વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ અને ઉન્નત સુરક્ષા સુવિધાઓથી સજ્જ પાંચ વંદે ભારત ડબ્લ્યૂઆર નેટવર્ક પર ચાલી રહી છે. તેમાંથી એક ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ છે જે અમદાવાદ થઈને પસાર થાય છે. આ ટ્રેનને 30 સપ્ટેમ્બર, 2022નાં રોજ શરુ કરાઈ હતી. નવી વંદે ભારત એક્સપ્રેસ સપ્તાહમાં છ દિવસ (રવિવારને છોડીને) ચાલશે અને બંને બાજુએથી વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે.
આ ટ્રેન સવારે 6-10 વાગ્યે અમદાવાદથી રવાના થશે જે 11-35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. વાપસીમાં મુંબઈ સેન્ટ્રલથી 3-55 વાગ્યે ઉપડશે જે અમદાવાદ રાત્રે 9-25 વાગ્યે પહોંચાડશે. હાલની વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6 વાગ્યે પ્રસ્થાન કરે છે અને બપોરે 12-25 વાગ્યે ગાંધીનગર પહોંચે છે. વાપસીમાં પહેલી ટ્રેન ગાંધીનગરથી બપોરે 2-05 વાગ્યે રવાના થાય છે અને રાત્રે 8-25 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. અધિકારીઓએ કહ્યું કે હાલની વંદે ભારત એક્સપ્રેસ જે સવારે મુંબઈ સેન્ટ્રલથી રવાના થાય છે તેમાં 136 ટકા સીટ છે અને વાપસીમાં આ થોડી વધુ એટલે કે 141 ટકાછે. અમદાવાદ-જોધપુર, અમદાવાદ-જામનગર, ઈન્દોર-ભોપાલ-નાગપુર અને ઉદયપુર-જયપુર અન્ય ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે જે ડબ્લ્યૂઆર નેટવર્ક પર ચાલે છે.