Russia Ukraine India Visit: વ્લાદિમીર પુતિન જ નહીં વોલોડીમીર ઝેલેન્સકી પણ આવશે ભારત, ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે પીએમ મોદીની કૂટનીતિ

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ આ વર્ષના અંતમાં ભારતની મુલાકાતે આવશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sun 24 Aug 2025 09:54 AM (IST)Updated: Sun 24 Aug 2025 09:54 AM (IST)
ukraine-volodymyr-zelensky-russia-vladimir-putin-visit-india-by-end-of-2025-590840

Russia Ukraine India Visit: ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા નાખુશ છે, કારણ કે તેણે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25 થી 50 ટકા સુધી ટેરિફ વધાર્યા છે. આ તણાવ વચ્ચે સમાચાર છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બંને આ વર્ષના અંત સુધીમાં ભારતનો પ્રવાસ કરી શકે છે.

ઝેલેન્સકીને ભારત આવવાનું આમંત્રણ
ભારતમાં યુક્રેનના રાજદૂત ઓલેક્ઝેન્ડર પોલિશચુકે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે અને તારીખો નક્કી કરવામાં આવી રહી છે. રાજદૂતે ઉમેર્યું કે ઝેલેન્સકીનું ભારત આગમન બંને દેશોના સંબંધો માટે મોટી ઉપલબ્ધિ હશે, કારણ કે ભારત અને યુક્રેન ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. તાજેતરમાં કુતુબ મીનારને યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજના રંગોથી રોશન કરવામાં આવ્યો હતો, જે બંને દેશો વચ્ચેના મજબૂત થતા સંબંધો દર્શાવે છે.

વર્ષના અંતમાં પુતિન આવશે ભારત
બીજી તરફ ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુષ્ટિ કરી છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ આ વર્ષના અંતમાં ભારતની મુલાકાતે આવશે. પુતિનનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે ભારત ગજબની કૂટનીતિ દર્શાવી રહ્યું છે.