Rippling co founder Prasanna Sankar: અરબોના માલિક પ્રસન્ના શંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રસન્નાએ આરોપ લગાવ્યો છે કે ખોટી ફરિયાદોના આધારે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઈ પોલીસ તેની પાછળ પડી છે. જાણો શું છે સમગ્ર મામલો
સિંગાપોર સ્થિત ક્રિપ્ટો સોશિયલ નેટવર્ક 0xPPL.com, સોફ્ટવેર કંપની રિપ્લિંગના સ્થાપક પ્રસન્ના શંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેની પત્ની તેને માનસિક રીતે હેરાન કરી રહી છે અને પોલીસ પણ તેની પાછળ પડી છે માટે તે બાળક સાથે ભાગી રહ્યો છે.
પત્નીના આરોપો
પત્ની દિવ્યાએ પણ પ્રસન્ના શંકર પર ગંભીર આરોપો લગાવ્યા છે. દિવ્યાએ દાવો કર્યો છે કે પ્રસન્નાએ તેને છેતરપિંડીથી અમેરિકાથી ભારત બોલાવી હતી અને બળજબરીથી તેનો પુત્ર તેની પાસેથી છીનવી લીધો હતો. તેમણે તેમના પુત્રનો પાસપોર્ટ ચોરીને વિદેશ મોકલવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ લગાવ્યો. આ સાથે પ્રસન્ના પર હિંસા મારપીટ અને તેના બાળકનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો.
પત્નીના આરોપો પર આપ્યો જવાબ
પ્રસન્નાએ આરોપ લગાવ્યો કે તેમની પત્ની દિવ્યાએ ભારતમાં છૂટાછેડા માટે અરજી કરી દીધી હતી, પરંતુ તેણે અમેરિકામાં છૂટાછેડા માટે અરજી કરી હતી. દિવ્યા તેના 9 વર્ષના દીકરાને બળજબરીથી અમેરિકા લઈ ગઈ અને તેને બાળકથી અલગ કરી દીધો. જે બાદ તેમણે અમેરિકા કોર્ટે દિવ્યાના પક્ષમાં ચુકાદો આપ્યો. કોર્ટે તેમને તેમની પત્નીને 9 કરોડ રૂપિયા અને ભરણપોષણ તરીકે દર મહિને 4.3 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું. ઉપરાંત પુત્રની સંયુક્ત કસ્ટડીનો નિર્ણય લેવામાં આવ્યો.
My name is Prasanna, who previously founded Rippling (worth $10B); I'm going through a divorce. I'm now on the run from the Chennai police hiding outside of Tamil Nadu. This is my story.
— Prasanna S (@myprasanna) March 23, 2025
અમેરિકા કોર્ટની શરતો નથી માની રહી પત્ની
પ્રસન્નાએ દાવો કર્યો હતો કે દિવ્યા કરારનું પાલન કરી રહી ન હતી અને બાળકનો પાસપોર્ટ શેર કરેલા લોકરમાં જમા કરાવી રહી ન હતી. ઉદ્યોગસાહસિક પ્રસન્ના શંકરે જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ મામલે કાનૂની હસ્તક્ષેપની માંગ કરી ત્યારે દિવ્યાએ અપહરણની ખોટી ફરિયાદ નોંધાવી. આ પછી, ચેન્નાઈ પોલીસ મધ્યરાત્રિએ તેની હોટલ પહોંચી. પછી તેને તેના બાળક સાથે ક્યાંક ભાગી જવું પડ્યું.
પોલીસ પર લગાવ્યા આરોપ
પ્રસન્નાએ દાવો કર્યો હતો કે તેમણે પોલીસને બાળકની સુરક્ષાના પુરાવા આપ્યા છે. છતાં, તે પરિવાર અને મિત્રો પર દબાણ કરી રહ્યો છે. પોલીસ સતત અમારી તપાસ કરી રહી છે. પોલીસ ગેરકાયદેસર રીતે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. મિત્રોને ત્યાં વોરન્ટ વિના જઈને ધરપકડ કરી રહી હોવાનો પોલીસ પર આરોપ લગાવ્યો હતો.