US Tariffs India: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓની કોઈ અસર જ નહિ! રશિયા પાસેથી વધુ તેલ ખરીદશે ભારત

ટેરિફ અને ધમકીઓ છતાં ભારત સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર ભારતીય રિફાઇનરીઓ સપ્ટેમ્બરમાં 10 થી 20 ટકા વધુ રશિયન તેલ ખરીદી શકે છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 29 Aug 2025 08:55 AM (IST)Updated: Fri 29 Aug 2025 08:55 AM (IST)
india-is-planning-to-buy-more-russian-oil-in-september-according-to-reports-donald-trump-593509

US Tariffs India Latest Updates: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને ધમકીઓ છતાં ભારત સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર ભારતીય રિફાઇનરીઓ ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં 10 થી 20 ટકા વધુ રશિયન તેલ ખરીદી શકે છે. આ વધારો દરરોજ 1 લાખ 50 હજારથી લઈને 3 લાખ બેરલ સુધીનો હોઈ શકે છે.

અમેરિકાએ લગાવ્યો નફો કમાવવાનો આરોપ

અમેરિકાએ ભારત પર રશિયન તેલ ખરીદીને નફો કમાવવાનો પણ આરોપ લગાવ્યો છે. જોકે, ભારત તરફથી પહેલા જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા પોતે પણ રશિયા સાથે અબજો ડોલરનો વેપાર કરી રહ્યા છે. વર્ષ 2022 માં લશ્કરી કાર્યવાહી શરૂ થયા પછી પશ્ચિમના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા. તે સમયેલભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર બનીને સામે આવ્યું હતું. જેનાથી અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી લીધો હતો.

ભારત પર ધમકીઓની કોઈ અસર નહિ

રશિયા પાસે આવતા મહિને વેચવા માટે વધુ તેલ ઉપલબ્ધ હશે. આનું મુખ્ય કારણ અણધારી અથવા અગાઉથી નક્કી થયેલી અડચણોને કારણે રશિયન રિફાઇનરોની કાચા તેલને ઇંધણમાં રૂપાંતરિત કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. તાજેતરના દિવસોમાં, યુક્રેને યુદ્ધ દરમિયાન રશિયાની 10 રિફાઇનરીઓ પર હુમલો કર્યો છે, જેના કારણે રશિયાની તેલ રિફાઇન કરવાની ક્ષમતા 17 ટકા સુધી પ્રભાવિત થઈ છે.

રિપોર્ટ અનુસાર, જો ભારત તેલ ખરીદવાનું બંધ કરી દેશે તો રશિયા તેની વર્તમાન નિકાસ જાળવી રાખી શકશે નહીં, જે તેની તેલમાંથી મળતી આવક પર સીધી અસર કરશે. તેમ છતાં અમેરિકી ધમકીઓની ભારત પર ખાસ અસર જોવા મળી રહી નથી, અને ભારત પોતાની ઊર્જા સુરક્ષા માટે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખવાની તૈયારીમાં છે.