Ahmedabad to Saputara GSRTC Bus: ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. આ સમયે પ્રવાસીઓ હિલ સ્ટેશન પર વરસાદની મજા માણવા જતાં હોય છે. એમાં પણ ડાંગ સૌની પસંદગીની જગ્યા છે. આ સમયે ગીરાધોધ તેની સોળે કળાએ ખીલી ઉઠે છે. આ નજારો જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગીરાધોધની મુલાકાત લેતા હોય છે. જો તમે પણ આ ચોમાસામાં ગીરાધોધ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમારા માટે અમદાવાદથી સાપુતારા જવા માટે કેટલીક બસની માહિતી લઈને આવ્યા છીએ જેનાથી તમે સસ્તામાં બસથી સાપુતારા પહોંચી શકો છો.
અમદાવાદથી સાપુતારા બસ
અમદાવાદથી ગીરાધોધ બસમાં સીધુ જઈ શકાતું નથી. અમદાવાદથી સાપુતારા આશરે 400 કિમી અને વઘઈ આશરે 380–390 કિમી છે. તમારે નજીકના સ્ટેશન સાપુતારા ઉતરવું પડશે. ત્યાંથી તમને લોકલ ટ્રાન્સપોર્ટેશન ગીરા ધોધ સુધી પહોંચવા મળી રહેશે. મુસાફરીમાં 8 થી 10 કલાક જેટલો સમય લાગશે.
અમદાવાદથી ગીરાધોધ જવા માટે સાપુતારાની બસમાં ટિકિટ બુક કરવી પડશે. તમે એસટી બસમાં સીટ અને સ્લીપર બેઠક બુક કરાવી શકો છો અને વોલ્વોમાં પણ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો. એસટી બસમાં ભાડું 300 રુપિયા અને વોલ્વોમાં 1063 રુપિયા રહેશે. તમે ઓનલાઈન GSRTC પર જઈને ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશો.
અમદાવાદથી સાપુતારા ટિકિટ બુકિંગ
GSRTC બસો સામાન્ય રીતે એસ.ટી. બસ સ્ટેન્ડ ગીતા મંદિર, આસ્ટોડિયા દરવાજા, નહેરુનગર, પાલડી, સેટેલાઇટ અથવા સીટીએમ ક્રોસ રોડથી મળી રહેશે. આ સિવાય તમે ઓનલાઈન https://gsrtc.in/site/ તમામ માહિતી ચેક કરશો. બસનો સમય તમે GSRTC વેબસાઈટ પર જઈને ચેક કરી શકશો.