Parenting Tips: જો આવી ભૂલો કરશો તો પોતાનો જ દીકરો દુશ્મન બની જશે, આ બાબતોનું ધ્યાન રાખો

સંતાનમાં દીકરો હોય તો એવી અનેક આદતો છે જે સમય રહેતા વાલી તરીકે સુધારવામાં ન આવે તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવી શકે છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 03 Jun 2025 05:08 PM (IST)Updated: Tue 03 Jun 2025 05:08 PM (IST)
parenting-tips-for-father-son-relationship-problems-540618

Parenting Tips: જ્યારે ઘરમાં પુત્રનો જન્મ થાય છે, ત્યારે તેનો યોગ્ય રીતે ઉછેર કરવો વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ઉછેર દરમિયાન થયેલી એક નાની ભૂલ પણ તમારા પુત્રને તમારા દુશ્મન બનાવી શકે છે. આજે અમે તમારા માટે એવી ટીપ્સ લઈને આવ્યા છીએ કે જે તમે એક પિતા તરીકે અપવાની તમારા સંતાનને દૂર જતો અને દુશ્મન બનતો અટકાવી શકો છો.

બાળકની લાગણીઓને દબાવવી
ઘણી વખત માતા-પિતા પોતાના પુત્રની લાગણીઓને દબાવી દેવાની ભૂલ કરે છે. ઘણીવાર માતા-પિતા પોતાના પુત્રને રડતા કે દુઃખી થતા અટકાવે છે અને તેને કહે છે કે તું છોકરો છે તેથી તારે રડવું કે નબળા ન બનવું જોઈએ. જ્યારે તમે આવું કરો છો, ત્યારે તેની તમારા પુત્રના મન પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

દીકરા સાથે સમય ન વિતાવવો
જો તમે તમારા દીકરા સાથે સમય નથી વિતાવતા તો આ તમારા માટે મોટી ભૂલ હોઈ શકે છે. તેનાથી દીકરા સાથેનો સંબંધ પણ મજબૂત થઈ શકતો નથી. બાળક ધીરે ધીરે તમારાથી દૂર થવા લાગે છે અને આ ભૂલના કારણે તમારું સંતાન તમારાથી દૂર જઈ શકે છે.

બાળક પર તમારી વાતો થોપવી
જો તમે નથી ઈચ્છતા કે તમારો સંતાન તમારું દુશ્મન ન બને તો તમારે તેની પર તમારી વાતો થોપવી ન જોઈએ. સંતાનની વાતો સમજવાની અને સાંભળવાની કોશિશ પણ કરવી જોઈએ. જ્યારે સંતાન પર તેની વાતો થોપવામાં આવે તો તેના મગજ પર નકારાત્મક અસર પડે છે. તેનો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે.