Medical journals: જાણીતા લૅપ્રોસ્કોપિક ઓન્કો-ગાયનેક સર્જન અને ઈવા વુમન્સ હૉસ્પિટલ, અમદાવાદના સ્થાપક ડૉ. દિપક લિંબાચિયાએ મેડિકલ રિસર્ચમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. તેમના બે નવા રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં પબ્લિશ થયા છે. આ અભ્યાસ એન્ડોમેટ્રીયલ કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રિઓસિસ જેવા સ્ત્રીરોગ કેન્સર સંબંધિત કેસોમાં એડવાન્સ સર્જરી ટેકનિક્સ પર આધારિત છે.
ડૉ. લિંબાચિયાએ જણાવ્યું કે આ બંને અભ્યાસોમાં ઘણા વર્ષોની મહેનત અને સમર્પણ છે. તેનો હેતુ જટિલ સ્ત્રીરોગોથી પીડિત મહિલાઓને વધુ સારી સારવાર આપવાનો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં આ અભ્યાસોનું પ્રકાશન અમારે માટે ગૌરવની વાત છે.
એન્ડોમેટ્રિઓસિસ મુખ્યત્વે સ્ત્રીઓમાં પેઢુના પેઇન રૂપે જોવા મળે છે. સામાન્ય રીતે તે માસિક સાથે સંકળાયેલું હોય છે. તેમાં સ્ત્રીઓને અત્યંત પીડાદાયક પિરિયડ્સ થાય છે. સાથે સાથે શરીરસંબંધ દરમિયાન દુખાવો, પાચન કે મૂત્રમાં તકલીફ, વધુ રક્તસ્ત્રાવ, પિરિયડ્સ વચ્ચે બ્લીડિંગ, પેટનો ફૂલાવો, થાક, ઉબકા, ડિપ્રેશન, ચિંતા અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. ઈવા વુમન્સ હૉસ્પિટલ,અમદાવાદમાં મિનિમલી ઇન્વેસિવ સર્જરી દ્વારા દર્દીઓને સુરક્ષિત અને ઝડપી સારવાર આપવાની પ્રાથમિકતા સાથે વધુ આધુનિક અને અસરકારક સેવા માટે કટિબદ્ધ છે.

ડૉ. લિંબાચિયા એન્ડોમેટ્રીયલ કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રિઓસિસ જેવા રોગના ઉપચાર માટે નિરંતર કાર્યરત રહ્યા છે અને તેની જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે આ સંશોધનની શરૂઆત કરવામાં આવી હતી. પહેલું રીસર્ચ, જર્નલ ઑફ ધ સોસાયટી ઑફ લૅપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જન્સ (SLS) માં પ્રકાશિત થયું.
તેમાં બાઉલ એન્ડોમેટ્રિઓસિસના મેનેજમેન્ટ પર અભ્યાસ કરવામાં આવ્યો, જે ગંભીર એન્ડોમેટ્રિઓસિસ ધરાવતી મહિલાઓમાંથી એક તૃતીયાંશને અસર કરે છે. જાન્યુઆરી 2023 થી જૂન 2024 દરમ્યાન 17 મહિલાઓ પર સિંગલ-સ્ટેપલર લૅપ્રોસ્કોપિક રિસેક્શન અને એનાસ્ટોમોસિસ ટેકનિક દ્વારા સર્જરી કરવામાં આવી. પરિણામે તમામ દર્દીઓને મોટી સમસ્યાઓ વગર આરામ મળ્યો અને ઝડપથી સ્વસ્થતા મળી. આ ટેકનિક સુરક્ષિત, અસરકારક અને દર્દીઓને ત્વરિત રાહત આપનારી સાબિત થઈ.
બીજું રીસર્ચ એન્ડોમેટ્રીયલ કાર્સિનોમા પર આધારિત હતું. તેમાં સર્જરીના નિર્ણયને વધુ ચોક્કસ બનાવવા માટે ઇન્ટ્રા-ઓપરેટિવ ફ્રોઝન સેક્શન (IFS) ની ભૂમિકા પર વિશ્લેષણ કરાયું. માર્ચ 2018 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન લૅપ્રોસ્કોપિક સ્ટેજિંગ સર્જરી કરાવનારી 100 મહિલાઓ પર આ અભ્યાસ થયો. પરિણામમાં IFS એ 97% કેસોમાં ફાઇનલ હિસ્ટોપેથોલોજી સાથે મેળ ખાતા નિષ્કર્ષ આપ્યા.