Healthy Food For kids: બાળકના શારીરિક વિકાસ માટે તેનું ડાયટ પરફેક્ટ હોવું જરૂરી છે. યોગ્ય ડાયટ ન હોવાથી બાળકને પૂર્ણ માત્રામાં પોષણ મળતું નથી. બાળકોને યોગ્ય માત્રામાં પોષણ ન મળતા તેમની હાઈટ યોગ્ય રીતે વધતી નથી.
બાળકોના ડાયટમાં પૌષ્ટિક ગુણોથી ભરપૂર ફળોનો સમાવેશ કરવો જોઈએ. જેના સેવનથી બાળકોની હાઈટ ઝડપથી વધી શકે છે. બાળકોના ડાયટમાં સારી માત્રામાં પ્રોટીન હેલ્ધી ફેટ્સ કાર્બોહાઈટ્રેડ અને ઘણા પ્રકારના વિટામિન્સની જરૂરીયાત હોય છે.
દૂધ અને બદામ
દૂધ અને બદામ પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. આ બંનેનું મિશ્રણ બાળકોની હાઈટ વધારવામાં મદદ કરી શકે છે. તે માટે રાત્રે બદામને પલાળી દો, બીજા દિવસે એક બાળકને એક ગ્લાસ દૂધની સાથે બાદામ ખવડાવો. બદામમાં મળી આવતા અનેક પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, હેલ્ધી ફેટ અને ફાઈબર બાળક માટે ફાયદાકારક છે.
દહીં
દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકાના વિકાસમાં મદદરૂપ થાય છે. દહીંમાં હાજર વિટામિન ડી અને પ્રોબાયોટિક્સ બાળકોના હાડકાંને અંદરથી મજબૂત કરીને વિકાસમાં મદદ કરે છે.
પલાળેલા ચણા અને ગોળ
સવારના સમયે બાળકોને પલાળેલા ચણા અને ગોળ ખવડાવવાથી તેમની હાઈટ ઝડપથી વધે છે. બાળકો માટે કાર્બોહાઈડ્રેટ યુક્ત ગોળ ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે ચણા પ્રોટીન, આયર્ન અને વિટામિન બીનો સારો સોર્સ છે.
પાલક-ટામેટા સૂપ
પાલક-ટામેટાનો સૂપ બાળકોની ઊંચાઈ વધારવામાં મદદ કરશે. તે હાડકાંને મજબૂત કરે છે અને આંખોની રોશની પણ સુધારે છે.
ઇંડા અને માછલી
નોનવેજીટેરીયન બાળકોને ઇંડા અને માછલીનું સેવન કરાવી શકાય છે. આમાં પ્રોટીન, બાયોટિન અને આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે, જે બાળકોની હાઈટ વધારવામાં મદદ કરે છે.
અન્ય રીત
- દરરોજ યોગ પણ હાઈટ વધારવામાં મદદ કરશે.
- સ્વિમિંગ, સાયકલિંગ, રનિંગ હાઈટ માટે ફાયદાકારક છે.
- મોસમી ફળ અને લીલી શાકભાજી ખવડાવો.
- પર્યાપ્ત ઊંઘ જરૂરી છે.
Picture Courtesy: Freepik
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.